Monday, 8 April 2019

વડોદરા બેઠકના મહા નિરીક્ષકશ્રીએ ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટર તેમજ એમસીએમસી નિયંત્રણ કક્ષની કામગીરીનું નિરીક્ષણ કર્યુ

SHARE

વડોદરા બેઠકના મહા નિરીક્ષકશ્રીએ ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટર તેમજ એમસીએમસી નિયંત્રણ કક્ષની કામગીરીનું નિરીક્ષણ કર્યુ 










વડોદરા : લોકસભાની વડોદરા બેઠકના મહા નિરીક્ષકશ્રી નવીન રાજ સિંહે કુબેર ભવનના પહેલે માળે આવેલા ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટર તેમજ માહિતી ભવનના ત્રીજે માળે આવેલા એમસીએમસી નિયંત્રણ કક્ષની મુલાકાત લીધી હતી તથા કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ.
        ઉલ્લેખનીય છે કે કુબેરભવનમાં સ્થાપિત ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટર ખાતેથી સીવીજીલ એપ પર મળતી આચારસંહિતાના ઉલ્લંઘન સહિત ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની ફરિયાદોની બાબતમાં ૧૦૦ મીનીટસની નિયત સમયમર્યાદામાં જરૂરી તપાસ કરાવવા અને ફરિયાદોના નિરાકરણ વિષયક કામગીરીનું સંકલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે માહિતી ભવનમાં કાર્યરત એમસીએમસી નિયંત્રણ કક્ષ દ્વારા ઇલેકટ્રોનીકસ અને પ્રિન્ટ મીડિયામાં પક્ષો/ઉમેદવારોની જાહેરાતો, શંકાસ્પદ પેઇડ ન્યુઝ પર નજર રાખવામાં આવી રહી છે. નાયબ માહિતી નિયામક તથા નોડેલ અધિકારી શ્રી સંજય શાહે નિરીક્ષકશ્રીને નિયંત્રણ કક્ષના સંચાલનની જાણકારી આપી હતી. સહાયક માહિતી નિયામકશ્રી સુરેશ મિશ્રા અને ટેકનીકલ એક્સપર્ટ જ્યંતિભાઇ સોજિત્રાએ પૂરક જાણકારી આપી હતી.

વડોદરા બેઠકના મહા નિરીક્ષકશ્રીઓને સર્કિટ હાઉસ ખાતે લોકો મળી શકશે..





વડોદરા:  ભારતના ચૂંટણી પંચે લોકસભાની વડોદરા બેઠકના મહા નિરીક્ષક(જનરલ ઓબ્ઝરવર) તરીકે શ્રી નવીન રાજ સિંહ તેમજ શર્મિષ્ઠા મૈત્રાની નિયુક્તિ કરી છે. તેઓ હાલમાં ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરી રહ્યા છે.  મહા નિરીક્ષકોના રોકાણની સરકિટ હાઉસ વડોદરા ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી  નવીન રાજ સિંહ સર્કિટ હાઉસ વડોદરા ખાતે સવારના 9 થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન તથા શર્મિષ્ઠા મૈત્રા સવારના ૧૦.૦૦ થી ૧૧.૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન જાહેર જનતાને અને લોકોને મળશે. તમામ સંબંધિતોને તેની નોંધ લેવા જણાવાયું છે.







SHARE

Author: verified_user

0 comments: