Tuesday, 23 April 2019

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે વડોદરા મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યુ

SHARE
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે વડોદરા મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યુ






વડોદરા :  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે વડોદરા સંસદીય વિસ્તારના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી.
        શ્રીમતી અગ્રવાલે જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં શાંતિપૂર્ણ અને ન્યાયી માહોલમાં મતદાન થઇ રહ્યું છે. ચૂંટણીપંચના નિયમોનુસાર વોટીંગ-પોલીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા આ વખતે સાંજે એક કલાકનો સમયગાળો વધારી ૬ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. વધુમાં વધુ મતદાતાઓને મતદાન માટેની ફરજ અને મતાધિકારની તક મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી અગ્રવાલે મતદારો માટે પીવાનું પાણી, છાંયડો, આરોગ્ય માટે ઓઆરએસ તથા દિવ્યાંગ મતદાતાઓ માટે વાહન વ્યવસ્થા તેમજ સ્વયંસેવકોની સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ સાથે ચૂંટણી પ્રક્રિયા સંબંધિત વાત કરી હતી. સખી અને દિવ્યાંગ મતદાન મથકોની નિરીક્ષણ કર્યુ હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી અને ડેપ્યુટી પોલીસ કમિશરનશ્રી મનિષ સિંઘે પણ સાથે રહી વડોદરાના માંજલપુર, ઘનિષ્ઠ ઘેટાં-બકરાં વિકાસ એકમ નવાપુરા, ગોરવા આઇટીઆઇ તથા દશરથના મતદાન મથકોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ હતુ. મતદાન પ્રક્રિયા નિરીક્ષણ વખતે સ્વીપ નોડલ અધિકારી શ્રી સુધીર જોષી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી હેતલ પરમાર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી અમિત વસાવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
SHARE

Author: verified_user

0 comments: