Tuesday, 23 April 2019

વડોદરાના ૯૦ વર્ષના સિધ્ધુ દંપતી લોકશાહીના ધરોહરસમી ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કરી સહભાગી થયા

SHARE
વડોદરાના ૯૦ વર્ષના સિધ્ધુ દંપતી લોકશાહીના ધરોહરસમી ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કરી સહભાગી થયા


વડોદરા :  વડોદરા સંસદીય વિસ્તારમાં મતદાન થઇ રહ્યું છે. ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા મતદાતાઓએ નવા મતદાતાઓને વધુમાં વધુ મતદાન કરવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો. ગોરવા સ્થિત આઇટીઆઇમાં ૧૧ જેટલા બુથ હતા. નર્મદા કોલોનીના રહીશ એવા ૯૦ વર્ષીય સિધ્ધુ દંપતીએ મતદાનની ફરજ નિભાવી હતી. વડોદરામાં ૧૯૭૬થી વસવાટ કરતા હરભજનસિંગ સિધ્ધુએ કહ્યું કે, અમારા પરિવારજનો કેનેડામાં વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં મારો પ્રવાસ અને સતત યાત્રા રહી છે, પરંતુ શાંત અને સંસ્કારીનગરી વડોદરા વસવાટ માટે અમને વધુ પસંદ આવ્યું. મારા પત્ની જીતકૌરસિધુ ૯૦ વર્ષના છે અમે બંને અચૂક મતદાન કરીએ છીએ. લોકશાહીની ધરોહર સમાન ચૂંટણી પ્રક્રિયા પારદર્શી અને ન્યાયી રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર સતત સક્રિય છે, ત્યારે વધુમાં વધુ મતદાન એ આપણું કર્તવ્ય છે. તેમણે યુવાધનને સમાચાર માધ્યમ દ્વારા મતદાન માટે અનુરોધ કર્યો. 
SHARE

Author: verified_user

0 comments: