Wednesday, 24 April 2019

સંતરામપુર તાલુકાના ટીમલાગામના મતદારો હોડીમાં બેસીને જીવના જોખમે મતદાન માટે પહોંચ્યાં

SHARE

સંતરામપુર તાલુકાના  ટીમલાગામના મતદારો હોડીમાં બેસીને જીવના જોખમે મતદાન માટે પહોંચ્યાં

મતદાન માટે કોઈપણ પ્રકારની વિકલ્પ વ્યવસ્થા કરાઇ નહીં શહેરા તાલુકાના પાનમડેમ વચ્ચે આવેલ સીમલેટ બેટ પર રહેતા...

સંતરામપુર તા 24- મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ટીમલા ગામ ના મતદારો મતદાન કરવા માટે હોડીમાં બેસીને જીવના જોખમે મતદાન કરીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વર્ષો પહેલા વર્ષોથી ટીમલા 1 અને 2 અસરગ્રસ્ત વખતે ટીમલા 1 પૂર્વ ટીમલા2 પશ્ચિમમાં નદી પાર કરીને અઢીસો જેટલા મતદારોને મતદાન કરવા જવું પડતું હોય છે પણ ટીમલા 1 ઉપર બુથ માટેની માંગણી કરવા છતાં આજ દિન સુધી અધિકારીઓએ માત્ર સર્વેની વાત જ કરી .વારંવાર ઉચ્ચકક્ષાએ કલેકટર સુધી રજૂઆત કરવા છતાં ટીમલા 1 બુથ ઉપર અઢીસોનું મતદાન હોવા છતાંય બૂથની ફાળવણી કરવામાં આવેલ નથી. 

સવારથી જ ટીમલા ગામથી મતદારો નાવડીમાં બેસી ને જીવના જોખમે મહિલાઓ વૃદ્ધો પોતાના બાળકોને સાથે લઈને એક કિલોમીટર નદીની અંદર અને નદી ઉતર્યા પછી 2 કિલોમીટર ચાલીને બુથ ઉપર મતદાન કરવા જવું પડે છે. મતદાન કરવા માટે નાવડીમાં બેસવા માટે 50થી100રૂ. ખર્ચ થતો હોય છે અને સમય બગડતો હોય છે. તંત્ર દ્વારા મતદાન માટે કોઈપણ પ્રકારની વિકલ્પ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. પોતાના સ્વખર્ચે આજે ટીમલા ગામના નદીમાં બેસીને મહાપર્વ દિવસ મતદાન કરીને પોતાની લોકશાહીની નૈતિકતા નિભાવી હતી. 
ટીમલા ગામના મતદારનો મિજાજ આ વખતનું અમારું છેલ્લું મતદાન.... 
ટીમલા ગામના મતદારનો મિજાજ આ વખતનું અમારું છેલ્લું મતદાન થશે સ્થાનિક ગામમાં બુથ નહિ આપવામાં આવે તો હવે પછીની કોઇપણ ચૂંટણી હશે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને સરકારને ખુલ્લી ચેતવણી આપીએ છીએ. ત્રણ કિલોમીટર નદી ઓળંગીને જવું જીવનું જોખમ વધી રહ્યું છે હવે પછી મતદાન માટે અમે નદી ઓળંગીને જઇશું નહી મતદારોએ પોતાનો આક્રોશ બતાવેલો છે. 

મતદારો ને સુવિધાના અભાવે મતદારોમાં નિરાશા 
ટીમલામાં કુલ 807 મતદાન છે જેમાંથી ટીમલા એક અને બે થઈને માત્ર 438 મતદાન થયું છે. સૌથી ઓછું જે ટીમલા એક મા 200 મતદાન હોવા છતાં માત્ર 60થી 55 જેટલું મતદાન થયું. બે નંબર મતદાન ઓછું જોવાઈ રહ્યું છે. સુવિધાના અભાવે મતદારોમાં નિરાશા જોવા મળેલી છે આમ સરકારશ્રી દવારા મતદાન જાગૃતિ મોટા મોટા અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે આ મતદારો ને અનેક મુશ્કેલીઓનો સામનો કરી મતદાન કરે છે તેઓના પ્રશ્ન નો નિકાલ કરવામાં કેમ ચુપકીદી। ..????

SHARE

Author: verified_user

0 comments: