અમદાવાદના ઈન્દ્રપ્રસ્થ ટાવરના 10માં માળેથી કુદકો મારી આધેડનો આપઘાત
અમદાવાદ: હિમાલયા મૉલ પાસે આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરના A બ્લોકમાંના 10માં માળેથી કુદકો મારી એક આધેડે આપઘાત કર્યો હતો. આજે સવારે આધેડ સોસાયટીમાં પ્રવેશ કરતા સીસીટીવીમાં કેદ થયા હતા. મળતી માહિતી પ્રમાણે મૃતક મજૂરી કામ કરતા હતા. આજે સવારે10માં માળેથી પડતુ મૂકી આપઘાત કર્યો હતો. મૃતકના ખિસ્સામાંથી એક ડાયરી મળી આવી છે. જેમાંથી આમલેટ, ચા અને શરબતનો હિસાબ લખ્યો હતો. આ ઉપરાંત એક ટિકિટ અને 200-300 રૂપિયા રોકડ મળી આવ્યા છે.આજે સવારે સ્થાનિકોએ બ્લોકની પાર્કિંગમાં લાશ જોતા પોલીસને જાણ કરી હતી. જેથી વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસ પુછપરછમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે સવારે 8.30 વાગ્યાની આસપાસ કોઈ અવાજ આવ્યો હતો. ડેડ બોડી ચેક કરતા આધેડનું પેન્ટ ઘૂંટણ સુધી ઉતરેલું હતું. મૃતક આધેડ કોણ છે તે વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
by -જયેશ ટોલીયા
by -જયેશ ટોલીયા

0 comments: