Wednesday, 24 April 2019

ચીખલી માં લગ્નના ડીજે ના અવાજની આડમાં નરાધમે 6 વર્ષીય બાળાને પીંખી નાખી

SHARE

ચીખલી માં લગ્નના ડીજે ના અવાજની આડમાં નરાધમે 6 વર્ષીય બાળાને પીંખી નાખી
બીલીમોરા: ચીખલી પંથકમાં રહેલી પરિણીતા તેના બે બાળકો સાથે પૂર્વપટ્ટીના ગામમાં તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે હાજરી આપવા પહોંચી હતી. ડીજેની રાત્રે તેની વર્ષની માસુમ બાળા ઘરમાં સુતી હતી ત્યાંથી ઉઠાવી જઈ પીંખી નાંખતા પરિવારના સભ્યોના પગતળેથી જમીન સરકી ગઈ હતી. માસુમ બાળા ઘરના પાછળના ભાગે વાડામાંથી રડતી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. દુષ્કર્મની વાત સામે આવતા પોલીસે ગુનો નોંધી નરાધમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ માસૂમ બાળા સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગણદેવી પંથકમાં સગાંવહાલાને ત્યાં લગ્ન પ્રસંગ હોય લગ્ન આગલા દિવસે સોમવારે રાત્રે 8વાગ્યાના અરસામાં ઘરે આવી હતી. જ્યાં લગ્નસ્થળે ડીજે વાગી રહ્યું હોઇ સૌ ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. દરમિયાન પરિણીતાની 6.5 વર્ષની પુત્રી અને વર્ષના પુત્રને ઊંઘ આવતી હોઇ બંનેને જેમના ઘરે લગ્ન હતા તેમને ત્યાં ખાટલા પર સુવડાવી દઈ પરિણીતા ફરી ડીજેમાં ગરબે રમવા ગઈ હતી. તેમની સાથે તેમના એક સંબંધી ખાટલા નજીક જમીન પર સુતા હતા અને એક બીજા સંબંધીનું બાળક પણ ત્યાં સુતું હતું.ગરબે રમતી માતાને બાળકોની ચિંતા થતી હોય તેણી રાત્રિના વાગ્યે તેના બંને બાળકોને જોવા ગઈ હતીજ્યાં બંને બાળકો આરામથી સુતા હતા.જેથી તેણી ફરી ગરબા રમવા ગઈ હતી. જે બાદ ફરી તેની રાત્રિના વાગ્યાના અરસામાં ઘરમાં સુતેલા બંને બાળકોને જોવા આવી હતી. જ્યાં તેણીને તેની પુત્રી ખાટલા પર દેખાઇ ન હતી. જેથી માતાએ પુત્રીને આમતેમ શોધખોળ કરી હતી પરંતુ પુત્રીનો પત્તો નહીં લાગ્યો હતો.જેથી તેણે આ વાત તેના ભાઈ અને બહેનને જણાવી હતી. ડીજે પણ બંધ કરાવી દેવાયું હતું અને ઘરમાં અને ઘરની આસપાસ માસુમ બાળાની સૌએ શોધખોળ કરી હતી. જ્યાં શોધખોળ દરમિયાન માસુમ બાળા અચાનક નજીકના સંબંધીના ઘરના પાછળના વાડામાંથી ચાલતી ચાલતી અને રડતી આવી હતી. માતાએ પુત્રીની હાલત જોતા ધ્રાસકો પડ્યો હતો. બાળકી ગભરાયેલી હતી તેનું મોઢું પણ સુજી ગયેલું હતું અને બાળકીના કપડાં પણ ઊંધા હતા.જેથી બાળકીની માતાએ જોયું તો કમરના ભાગે નખ વાગવાથી ઉઝરડાં પડ્યા હતા અને બાળકીને લોહી નીકળતું જણાયું હતું. જેથી માતા સહિત પરિવારજનો ગભરાયા હતા. જેથી બાળાને એક હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાતા દુષ્કર્મનું બહાર આવ્યું હતું. જ્યાંથી બાળાને વધુ સારવાર અર્થે નવસારી સિવિલમાં અને ત્યાંથી સુરત સિવિલમાં લઈ જવાઈ હતી. બનાવને પગલે પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હત્યા. પીડીતાની સારવાર કરનાર તબીબે જણાવ્યું હતું કે હાલ બાળકીની તબિયત સ્થિર છે. બાળકીને બેહોશ કરી સેમ્પલ લીધા હતા. હાલ બાળકી વાતચીત કરે છે
by -જયેશ ટોલીયા 
SHARE

Author: verified_user

0 comments: