લોકસભા સામાન્ય ચૂંટણીઓ-
૨૦૧૯
છોટાઉદેપુર બેઠકના કેન્દ્રિય
ચૂંટણી જનરલ નિરીક્ષકશ્રી છત્રસિંહ દેહરે નર્મદા જિલ્લાની મુલાકાતે
જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
આઇ.કે. પટેલ સહિત સંબંધિત અધિકારીઓ
સાથે બેઠક યોજીને ચૂંટણીલક્ષી
તૈયારીઓની સમીક્ષા કરતાં કેન્દ્રિય ચૂંટણી નિરીક્ષકશ્રી દેહરે
રાજપીપળા :- ભારતનાં ચૂંટણીપંચ ધ્વારા ૨૧-છોટાઉદેપુર
સંસદીય મત વિસ્તાર માટે નિમાયેલા કેન્દ્રીય ચૂંટણી જનરલ નિરીક્ષકશ્રી છત્રસિંહ
દેહારેએ આજે બપોરબાદ નર્મદા જિલ્લાનાં પ્રવાસ દરમિયાન ઉક્ત સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ
નર્મદા જિલ્લાના ૧૪૮- નાંદોદ વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લઇ રાજપીપલા
કલેક્ટરાલય ખાતે નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર ધ્વારા ચૂંટણીની પૂર્વ તૈયારીઓના
ભાગરૂપે હાથ ધરાયેલી કામગીરીની જાણકારી મેળવી સમીક્ષા હતી.
કેન્દ્રીય
ચૂંટણી નિરીક્ષકશ્રી છત્રસિંહ દેહરેએ આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન
રાજપીપળા કલેકટરાલય ખાતે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને એક્ષપેન્ડીચર મોનીટરીંગના
ચીફ-કો-ઓર્ડીનેટરશ્રી ર્ડો. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિકારીશ્રી હિનકર સિંહ, આચાર
સંહિતાના જિલ્લાકક્ષાના મુખ્ય નોડલ અધિકારીશ્રી એલ.એમ. ડીંડોર, મદદનીશ ચૂંટણી
અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી કે.ડી. ભગત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
એ.આઇ. હળપતિ સહિત ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક
યોજીને નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં તા. ૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ યોજનારા મતદાન
સંદર્ભે ભારતનાં ચૂંટણીપંચની આદર્શ આચાર સંહિતનાં ચુસ્ત અમલીકરણ અંગે જરૂરી
માર્ગદર્શન આપ્યું હતું. તેની સાથોસાથ આ વિસ્તારનાં મતદાન મથકોની સંખ્યા, મતદારોની
સંખ્યા, ચૂંટણીલક્ષી તાલીમ, વેબકાસ્ટીંગ, ચૂંટણી ફરજ ઉપર તૈનાત કરાનારા
પ્રિસાઇડીંગ ઓફિસર-પોલીંગ ઓફિસર-માઇક્રો ઓબ્ઝર્વર, ડિસ્પેચીંગ-રીસીવીંગ સેન્ટર, શેડો
એરિયામાં સંદેશાની આપલે માટે વૈકલ્પિક સુવિધાની ઉપલબ્ધિ વગેરે જેવી બાબતો અંગેની
આંકડાકીય જાણકારી મેળવી સમીક્ષા કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલે
ચૂંટણીલક્ષી ઉકત તમામ વિગતોથી કેન્દ્રિય ચૂંટણી નિરીક્ષકશ્રી છત્રસિંહ દેહરેને
વાકેફ કર્યા હતાં.
રાજપીપળા ખાતે યોજાયેલી ઉકત બેઠક અગાઉ
કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષકશ્રી છત્રસિંહ દેહારેએ તેમની નાંદોદ વિધાનસભા મત વિસ્તારનાં
મતદાન મથકની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન નાંદોદ વિસ્તારના
મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી કે.ડી. ભગત પણ તેમની સાથે
જોડાયા હતાં.
0 comments: