Tuesday, 9 April 2019

આણંદમાં શ્રીમતી માલતીબેન ચીમનભાઈ પટેલ ચારૂસેટ મેડીકલ આઉટરીચ સેન્ટર તરીકે નામાભિધાન

SHARE
આણંદમાં શ્રીમતી માલતીબેન ચીમનભાઈ પટેલ ચારૂસેટ મેડીકલ આઉટરીચ સેન્ટર તરીકે નામાભિધાન


આણંદ –  સમાજને ઉમદા સ્વાસ્થ્ય -સુખાકારીની અણમોલ ભેટ આપવાના શુભ હેતુથી ચારૂસેટ યુનિવર્સીટી અને ચારૂસેટ હોસ્પિટલના સંયુક્ત  ઉપક્રમે આણંદમાં શરૂ થયેલા ચારૂસેટ મેડીકલ આઉટરીચ સેન્ટરનો  શ્રીમતી માલતીબેન ચીમનભાઈ પટેલ ચારૂસેટ મેડીકલ આઉટરીચ સેન્ટર તરીકે નામાભિધાન  સમારંભ વિદ્યાનગર રોડ પર શ્રી છોટાભાઈ ભીખાભાઈ પટેલ છાત્રાલયમાં નવમી એપ્રિલે યોજાયો હતો.છાત્રાલયમાં  યોજાયેલા સમારંભમાં દાતા દંપતી  શ્રીમતી માલતીબેન ચીમનભાઈ પટેલ-કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી ચીમનભાઈ એ. પટેલ ઉપરાંત માતૃસંસ્થા-સી એચ આર એફ ના પ્રમુખ શ્રી  નગીનભાઇ પટેલ, સી એચ આર એફ ના ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ પટેલ,  માતૃસંસ્થા-કેળવણી મંડળ અને સી એચ આર એફ ના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈપટેલ, કેળવણી મંડળના સહમંત્રી ધીરૂભાઇ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી મધુબેન પટેલ, માતૃસંસ્થાના ખજાનચી પ્રિ. આર. વી. પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ  વી. એમ. પટેલ,  સી એચ આર એફ ના જોઇન્ટ સેક્રેટરી દિલીપભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ. પંકજ જોશી,  ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ જોષી સહિત હોદેદારો અગ્રણીઓં, અશોક અને રીટા પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ફીજીયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. એમ. બાલા ગણપતી, સ્ટાફ, વિધાર્થીઓ હાજર રહ્યા હતા.
કેળવણી મંડળના ઉપપ્રમુખ  ચીમનભાઈ  ટેલ અને તેમના ધર્મપત્નીએ  આ સેન્ટરમાટે રૂ. ૧૧ લાખનું  દાન આપ્યું છે માલતીબેન ચીમનભાઈ પટેલ આ સમાજના પ્રથમ મહિલા કન્વીનર  છે અને તેમના પતિ ચીમનભાઈ  ટેલ સમાજની બધી સંસ્થાઓમાં ઓતપ્રોત રહી ત્રણ દાયકા ઉપરાંત થી સેવા આપી રહ્યા છે. 
આણંદમાં  વિદ્યાનગર રોડ પર શ્રી છોટાભાઈ ભીખાભાઈ પટેલ છાત્રાલયમાં   ચારૂસેટ મેડીકલ આઉટરીચ સેન્ટરમાં આણંદ અને વિદ્યાનગર તેમજ આસપાસના ગ્રામીણ અને શહેરી નાગરિકોને ન્યૂનતમ ખર્ચે આધુનિક તબીબી સેવાઓ પ્રાપ્ત કરવાની હાથવગી સુવિધા ઉભી થઇ છે જેનો રોજ સેંકડો નાગરિકો લાભ લે છે 
SHARE

Author: verified_user

0 comments: