ચાકચૌબંદ અને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાઓ
વચ્ચે એક મહિના સુધી ઇવીએમ-વીવીપેટ સાચવવામાં આવશે અને મતગણના થશે
મહા નિરીક્ષકશ્રીએ ચૂંટણીપંચના એસઓપીને ચૂસ્ત
રીતે અનુસરીને સુરક્ષા અને મતગણનાની તમામ વ્યવસ્થાઓ કરવા આપ્યા દિશાનિર્દેશો :
મહા નિરીક્ષકશ્રીઓ પોલીસ નિરીક્ષક જિલ્લા
ચૂંટણી અધિકારી અને શહેર પોલીસ કમિશનરશ્રીએ પોલીટેકનીક કોલેજમાં કર્યુ સંયુક્ત
નિરીક્ષણ
ઇવીએમની સાથે વીવીપેટ મૂકવાના હોવાથી
સ્ટ્રોન્ગ રૂમમાં વધુ જગ્યા રોકાશે
વડોદરા -મ.સ.વિશ્વવિદ્યાલયની
પોલીટેકનીક કોલેજ, ચૂંટણીઓ વિધાનસભાની
હોય કે લોકસભાની, ચૂંટણીતંત્ર માટે
એક અગત્યનું ડેસ્ટીનેશન બની જાય છે. આ સ્થળ મતદાન બાદ ઇવીએમનો સ્ટ્રોન્ગ રૂમ,
મતગણતરીના દિવ્સે વડોદરા બેઠકનું મતગણના
કેન્દ્ર અને તે અગાઉ સયાજીગંજ વિધાનસભા વિસ્તારના રીસીવીંગ-ડિસ્પેચીંગ સેન્ટર જેવી
ત્રેવડી કામગીરી માટે ઉપયોગમાં લેવાય છે.
લોકસભા ચૂંટણીઓ માટે તા.૨૩મી એપ્રિલના રોજ
મતદાન પૂરું થયા પછી વડોદરા બેઠકમાં સમાવિષ્ઠ પાંચ શહેરી અને બે ગ્રામીણ, એમ સાત વિધાનસભા બેઠકોના EVM-વીવીપેટ પોલીટેકનીક કોલેજ ખાતે લાવવામાં આવે છે.
મતગણના તા.૨૩મી મેના રોજ થવાની હોવાથી લગભગ એક મહિના સુધી મતદાન યંત્રો સઘન અને
અતિ ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અને સીસીટીવી કેમેરા નેટવર્કની ચકોર નિગરાણી
સાથે અત્રે સાચવવાના છે.
તેના અનુસંધાને વડોદરા બેઠક માટે ભારતના
ચૂંટણી પંચે નિમેલા મહા નિરીક્ષકો (જનરલ ઓબ્ઝર્વર્સ) શ્રી નવીન રાજ સિંહ અને
શર્મિષ્ઠા મૈત્રા, પોલીસ મહા
નિરીક્ષકશ્રી પ્રદીપ દેશપાંડેએ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલ,
શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌત
તેમજ ચૂંટણી તંત્રના અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમગ્ર પોલીટેકનીક કોલેજનું
સૂચિત સુરક્ષા વ્યવસ્થા અને મતગણના વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ખૂબ જ બારીકાઇથી
નિરીક્ષણ કર્યું હતુ. તેમણે ચૂંટણીપંચના એસઓપીઝને અનુસરીને સ્થળ સુરક્ષા તેમજ
મતગણનાની તમામ વ્યવસ્થાઓ સતર્કતાપૂર્વક કરવા અનુરોધ કર્યો હતો. શહેર પોલીસ
કમિશનરશ્રીએ એક જ પ્રવેશદ્વાર રાખીને ચકલું પણ ફરકી ન શકે તેવા કડક બંદોબસ્ત
આયોજનની રૂપરેખા આપવાની સાથે, તારાબાગના નિવાસીઓ
તેમજ હોસ્ટેલાઇટસ માટે કેમ્પસમાં અગવડરહિત વૈકલ્પિક અવર-જવર વ્યવસ્થાની જાણકારી
આપી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ વિધાનસભા
બેઠકોના ઇવીએમ-વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટેના સ્ટ્રોન્ગ રૂમ્સ, વિધાનસભા બેઠકોવાર મતગણના ખંડો, મીડિયારૂમ્સ, મતગણના કર્મચારીઓ-એજન્ટસ માટેની વ્યવસ્થાઓ,
આઇટી નેટવર્ક, રીઝલ્ટ કોમ્પ્યુટરીંગ અને જાહેર પ્રસારણ ઇત્યાદી
વ્યવસ્થાઓની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે, સેન્ટ્રલાઇઝડ સીસીટીવી નેટવર્ક વ્યવસ્થા હેઠળ
કોલેજના મુખ્ય અને ખુલ્લા રહેનારા એકમાત્ર પ્રવેશદ્વારે જ તમામ સ્ટ્રોન્ગ રૂમ્સનું
લાઇવ દ્રશ્ય જોવા મળશે
અને ઉમેદવારો તેમના પ્રતિનિધિઓ ચોકસાઇ માટે મૂકી શકશે.
0 comments: