આણંદ તા 29 -બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી,
આણંદ ખાતે કૃષિના સાતમાં સત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે “સ્ટુડન્ટ રેડી પ્રોગ્રામ”વિદ્યાર્થીઓની કુશળતા વધે તે માટે સીધો
જ પ્રધાનમંત્રી,ભારત સરકારનામાર્ગદર્શન અને સહાયહેઠળ ચાલી રહ્યો છે.જેનાઅંતર્ગતવિવિધફેઝજેવાકે,ઓરીએન્ટેશન,ઓનકેમ્પસતાલીમ,રીસર્ચસ્ટેશનફેઝ,વિલેજ કેવીકેએકસ્પોઝરફેઝ,એગ્રોઇન્ડસ્ટ્રીઝએકસ્પોઝરફેઝતથાએકસ્પોઝરટૂરજેવાંઅલગઅલગફેઝહેઠળવિધાર્થીઓનેરોજગારક્ષમબનાવવામાટેસમગ્ર“સ્ટુડન્ટરેડી”પ્રોગ્રામનુંઆયોજનતેમજસંચાલનબં.અ.કૃષિમહાવિદ્યલાયનાકૃષિવિસ્તરણઅનેસંચારવિભાગદ્વારાકરવામાંઆવેછે.આ વિભાગ દ્વારા ૨૦૧૭-૧૮નાવર્ષ દરમ્યાન સ્ટુડન્ટ રેડી પ્રોગ્રામના વિદ્યાર્થીઓનેઓન
કેમ્પસ તાલીમ ફેઝ હેઠળ વિડિયોપ્રોગ્રામ/રેડિયો/ટીવીટોલ્ક/અસરકારકનિદર્શન,જેવીપ્રોફેશનલએક્ષ્ટેન્શનસ્કીલશિખવવામાંઆવેલ.જેમાંથીવિધાર્થીઓઅસરકારકવિડિઓબનાવવામાટેપ્રેરિતથયેલઅનેઅલગ-અલગટેકનિકલબાબતોનેલગતાવિડિઓબનાવેલ.વર્ષ ૨૦૧૮-૧૯
નાસ્ટુડન્ટ રેડી પ્રોગ્રામ અંતર્ગત કીટકશાસ્ત્ર વિભાગ દ્વ્રારા વિભાગની અને અન્ય
જુદા જુદા સંશોધન કેન્દ્રોની કીટકશાસ્ત્રને સંલગ્ન કામગીરી કઈ રીતે થાય છે તે
અંગેનો પ્રાયોગિક અભ્યાસ કરાવવામાં આવેલ. ઉપરાંત, જંતુનાશક
બનાવતી કંપનીઅને સ્વૈછીક સંસ્થાઓ (NGO)માં
કીટકશાસ્ત્રને ધ્યાનમાં રાખી તેની પ્રવૃતિઓથી અવગત કરાવવામાં આવેલ.કૃષિકીટકશાસ્ત્રવિભાગનાઓરીએન્ટેશનફેઝદરમ્યાનબાયર
ક્રોપસાયન્સ કંપની દ્વારા વિદ્યાર્થીઓના વિકાસ માટે અને ખેડૂતોને ભવિષ્યમાં ઉપયોગી
થઈ શકે તે બાબતને ધ્યાનમાં રાખીએક દિવસનો “બાયર
સેફ યુઝ એમ્બેસેડર પ્રોગ્રામ”તા.૨૪.૦૭.૨૦૧૯ના રોજ રાખવામાં
આવેલ જેમાં બૌધિક અને પ્રાયોગિક રીતે જંતુનાશકોના વપરાશ અંગે સંપૂર્ણ માહિતી
વિભાગના શિક્ષકો અને બાયર કંપનીના અધિકારીઓ દ્વ્રારા આપવામાં આવેલ. આ માહિતીના
આધારે વિદ્યાર્થીઓ જ્યારે ખેડૂતોની મુલાકાતે જાય ત્યારે તેમની સાથે કરેલ વાર્તાલાપની
વિડિઓ ક્લિપ તૈયાર કરવા જણાવેલ અને જેટલા ખેડૂતોનો સંપર્ક કરેલ હોય તેમના નામ અને
સંપર્ક નંબરનું લીસ્ટ તૈયાર કરી ટૂંકી માહિતીનો અહેવાલ પણ તૈયાર કરવા જણાવેલ.
વિદ્યાર્થીઓ દ્વ્રારા તૈયાર કરવામાં આવેલ વિગત બાયરની વેબસાઈટ ઉપર તેમની સૂચના
મુજબ અપલોડ કરવામાં આવેલ. ભાગ લીધેલા૭૯ વિદ્યાર્થીઓ અને ૨૫ વિદ્યાર્થીનીઓ મળી કુલ
૧૦૪માંથી ત્રણ વિદ્યાર્થીઓ (નિમેષ ગોરાણી,
પાર્થ ચોટાલીયા અને પાર્થ પટેલ)ની સંપૂર્ણ માહિતી બાયરની વેબસાઈટ
ઉપર અપલોડ કરવામાં આવેલ, જેનું બાયરના ભારત અને જર્મન સ્થીત
અધિકારીઓ દ્વ્રારા મૂલ્યાંકન કરવામાં આવેલ.
આ કાર્યક્ર્મમાં ભારતની કુલ
પાંચ યુનિવર્સિટીના પાંચ મહાવિદ્યાલયો (૧. બ. અં. કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ, ૨. વીએનએમકેવી,
પરભણી, મહારાષ્ટ્ર, ૩. કૃષિ
મહાવિદ્યાલય, બરામતી,મહારાષ્ટ્ર,
૪. ઉતર બાંગલા કૃષિ મહાવિદ્યાલય, પુંઢેરી,
પશ્રિમ બંગાળ, ૫. બીપીએસ કૃષિ મહાવિદ્યાલય,
બિહાર કૃષિ યુનિવર્સિટી, સાબોર, પુર્નીયા, બિહાર)ના ૬૧૬ વિદ્યાર્થીઓજોડાયા હતાં જેમણે
૭૪૩૦ ખેડૂતોનો સંપર્ક કરી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનો અને સમજાવવાનો પ્રયત્ન
કરેલ. ગર્વ સાથે જણાવતા આનંદ થાય છે કે,બં. અ. કૃષિ
મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના હાલ કૃષિના આઠમાં સત્રમાં અભ્યાસ કરતાનિમેષ
જે. ગોરાણીની પસંદગી “બાયર સેફ યુઝ એમ્બેસેડર”તરીકે થઈ છે.તેમને વધુ માહીતી મળી રહે
અને સારી જાણકારી મળે તે માટે નિમેષ જે. ગોરાણીનેઆશરે ૧૧ મે થી ૧૭ મે, ૨૦૧૯ દરમ્યાન જર્મની
ખાતેની બાયર ક્રોપ સાયન્સ કંપનીના હેડક્વાર્ટર ખાતે કંપનીના ખર્ચે બાયરના “સેફ યુઝ એમ્બેસેડર” એજ્યુકેશનલ વર્કશોપમાં સામેલ થવા માટે આમંત્રણ પણ મળેલ છે. તેઓ તમામ
પાકની સુરક્ષા કરતી પ્રોડક્ટસના જવાબદાર ઉપયોગ અંગેના શિક્ષણ માટે તેની સાથે
જોડાશે. વર્કશોપ ઉપરાંત, તેમના આ પ્રવાસમાં બાયર આરએન્ડડી સુવિધાની મુલાકાત તથા બાયર એક્સપર્ટ
સાથેની વાતચીત સામેલ છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. એન. સી. પટેલે, વિદ્યાર્થીને અભિનંદન પાઠવીબાયર સેફ યુઝ એમ્બેસેડર પ્રોગ્રામ અંગે જણાવી
એગ્રો કેમિકલ્સના સુરક્ષિત ઉપયોગ અંગે કૃષિ વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાના પ્રોગ્રામની
પ્રંશસા કરી હતી.
આ સમગ્ર નવીનતમ કાર્યક્રમ છેલ્લા બે
વર્ષથી બં. અ. કૃષિ મહાવિદ્યાલયનાકૃષિ વિસ્તરણ અને સંચાર વિભાગ તથા કીટકશાસ્ત્ર
વિભાગ દ્વારા પૂરા ઉત્સાહ અને ઉમંગથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરી ચલાવવામાં આવે
છે. જેની ફલશ્રુતિ સ્વરૂપે સતત બે વર્ષથી આ ઐતિહાસિક કૃષિ યુનિવર્સિટીના
વિદ્યાર્થીઓ આંતર રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી વિદેશની ધરતી પર આણંદ કૃષિ
યુનિવર્સિટીનું પ્રતિનિધીત્વ કરેલ છે તે ખરેખર ગુજરાત રાજ્ય તેમજ દેશનું ગૌરવ ગણી
શકાય. આ ગૌરવ અપાવવા માટેકૃષિ વિસ્તરણ શિક્ષણ વિભાગના વડા ડૉ. એન. બી. ચૌહાણ, ડૉ. જે. બી. પટેલ, ડૉ. વિનયકુમાર તથા ડૉ. હેમલતા સૈની તેમજકીટકશાસ્ત્ર વિભાગના વડાડૉ. પી.
કે. બોરડ,ડૉ.ડી.બી.સિસોદીયા, ડૉ. આર.
કે. ઠુમર, ડૉ. સી. બી. ધોબી, પ્રો.
મીરલ સુથાર, કુ. મિનાક્ષી લુણાગરીયાએ અને વિભાગના સ્ટાફે વિદ્યાર્થીઓને
પ્રોત્સાહન કરી ભારે જહેમત ઉઠાવેલ જે વિભાગનું તેમજ મહાવિદ્યાલયનુંગૌરવ ગણી શકાય.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને અનન્ય સિદ્ધિ હાંસલ કરવામાં આચાર્ય અને
વિધ્યાશાખાધ્યક્ષ ડૉ. એમ. વી. પટેલ,
નિવૃત આચાર્ય અને વિધ્યાશાખાધ્યક્ષ ડૉ. કે. પી. પટેલ સતત પ્રેરણાના સ્ત્રોત રહ્યા છે.



0 comments: