Sunday, 28 April 2019

નવા વાઘપુરા હાઇવે પર ઘોડી લઈ જતા વ્યક્તિને હાઇવા ટ્રકે ટક્કર મારતા ઘોડીનું મોત,વ્યક્તિનો આબાદ બચાવ

SHARE
નવા વાઘપુરા હાઇવે પર ઘોડી લઈ જતા વ્યક્તિને હાઇવા ટ્રકે ટક્કર મારતા ઘોડીનું મોત,વ્યક્તિનો આબાદ બચાવ 


ઘોડી પર બેસી જઈ રહેલા ગરુડેશ્વરના ગંભીરપુરાના વ્યક્તિને હાઇવાના ચાલકે ટક્કર મારતા ફંગોળાઈ ગયેલા વ્યક્તિને ગંભીર ઇજા પરંતુ ઘોડીનું મોત


રાજપીપળા તા 29,  : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નવા વાઘપુરા ગામના હાઇવે ઉપર થી ઘોડી પર બેસી જઈ રહેલા ગરુડેશ્વર તાલુકાના ગંભીરપુરા ગામના વિષ્ણુ છગનભાઇ તડવીને હાઈવા ટ્રક નંબર GJ-21-W-7362 ના ચાલકે પોતાના ટ્રક પુરપાટ હંકારી લાવી ઘોડી સાથે એકસીડન્ટ કરી વિષ્ણુભાઈને ઘોડી સાથે રોડ ઉપર પાડી દઈ માથામા તથા શરીરે  ઈજાઓ પહોચાડી તેમજ ઘોડીને પેટના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોચાડી ઘોડીનું મોત નિપજાવી રૂ.૮૦,૦૦૦/- જેટલાનુ નુકશાન કરી વિષ્ણુભાઈ ને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી સદ્નસીબે તેમનો આબાદ બચાવ થયો હતો ત્યાર બાદ ટ્રક ચાલાક પોતાની ટ્રક લઇ નાશી જઈ ગુનો કરતા આ બાબતે વિષ્ણુ તડવી એ રાજપીપળા પોલીસ સ્ટેશને હાઇવા ના ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

SHARE

Author: verified_user

0 comments: