લોકસભા સામાન્ય
ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત
૧૬-આણંદ લોકસભા બેઠકની
ચૂંટણી માટે તંત્ર સજ્જ

આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત ૧૬ આણંદ લોકસભા બેઠક માટે તા.
૨૩-૪-૨૦૧૯ ના મંગળવાર ના રોજ સવારે ૭ થી
સાંજના ૫ કલાક સુધી મતદાન યોજનાર છે. આ ચૂંટણી વ્યવસ્થા
અંતર્ગત જિલ્લામાં ૧૮૪૭ મતદાન કેન્દ્રો
ખાતે અંદાજે ૯૫૯૩ જેટલા અધિકારી /કર્મચારીઓ સહિતનો પોલીંગ સ્ટાફ
ફરજ ઉપર તૈનાત કરાશે. જેમાંથી ૨૦૩૨ પ્રિસાઇડીંગ ઓફિસર, ૨૦૩૨
આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, ૩૪૯૮ મહિલા પ્રિસાઇડીંગ ઓફિસર
તેમજ ૨૦૩૨ પટ્ટાવાળા ચૂંટણી પ્રક્રિયામાં પોતાની ફરજ ઉપર તહેનાત રહેશે. ૧૬-આણંદ
મતવિસ્તાર હેઠળ ના મતદાન મથકો ખાતે કુલ ૧૯૦ વેબ કાસ્ટીંગ કેમેરા ગોઠવાશે. તમામ
ગતિવિધિઓ-હિલચાલનું જીવંત પ્રસારણ ચૂંટણીપંચ નિહાળી શકશે. આણંદ જિલ્લામાં ૨૨૫
માઇક્રો ઓબ્ઝર્વર ને તાલીમ આપવામાં આવેલ છે જેમાંથી જરુરિયાત મૂજબ માઇક્રો ઓબ્ઝર્વરની
નિમણૂક જિલ્લામાં વ્યુહાત્મક અગત્યતા ધરાવતાં મતદાન મથકો ખાતે કરવામાં આવશે જેઓ
મતદાન પ્રક્રિયાનું સતત નિરીક્ષણ કરશે. ૨૦૧૪ લોકસભાની સામાન્ય ચૂંટણીની સરખામણીએ
૨૦૧૯ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ૧ લાખ ૫૮ હજાર ૮૫૦ જેટલા વધુ મતદારો મતદાન કરશે. ગત
ચૂંટણી અન્ય જાતિના એકપણ મતદાર નોંધાયેલા ન હતા જેની સરખાણીએ ૨૦૧૯ની લોકસભા
સામાન્ય ચૂંટણીમાં ૧૨૨ જેટલા ત્રીજી જાતીના મતદારો બંધારણ દ્વારા મળેલા મતદાન ના
હક નો ઉપયોગ કરશે તેમજ આ ચૂંટણીમાં ૫૦૯૭ દિવ્યાંગ મતદારો પણ મતદાનમાં જોડાઇને ૧૬-આણંદ
લોકસભા બેઠક પરથી સ્પર્ધામાં રહેલ કુલ ૧૦ ઉમેદવારોનું ભાવિ ઘડશે. આ મતદાન
પ્રક્રિયા સુચારુ રીતે થઇ શકે તે માટે ૨૧૬૪ સી.યુ, ૨૧૬૪બી.યુ, તેમજ ૨૨૯૩ વી.વી. પેટ. (અનામત સહિત) ઉપયોગમાં લેવાશે.
જિલ્લામાં મતદાનના દિવસે જે તે ઝોનમાં
ફરજ ઉપર તૈનાત અધિકારી, તેમજ મતદાન માટેની સામગ્રી સાથે મતદાન
ટૂકડીઓ જે તે મતદાન મથકોએ પહોંચાડવા માટે જિલ્લામાં ૧૩૮ જેટલી બસ ની વ્યવસ્થા
ગોઠવવામાં આવી છે.
૨૩ એપ્રિલ,૨૦૧૯
ના મંગળવાર ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ મુક્ત,ન્યાયી,તટસ્થ, પારદર્શિતા સાથે આદર્શ આચાર સંહિતાના ચુસ્ત
અમલ સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તેમજ લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં તમામ
મતદારોને નિર્ભિકપણે ઉત્સાહભેર ભાગ લઇ મહત્તમ મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
દ્વારા મતદારો જોગ અપીલ કરી છે.
0 comments: