આયુર્વેદ સંકુલ આણંદ ખાતે દિવ્જ મેડીકલ ફાઉન્ડેશન નો સેમીનાર યોજાયો
સમસ્ત ગુજરાતના બ્રાહ્મણ ડોકટરોનું સંગઠન"દિવ્જ મેડીકલ ફાઉન્ડેશન " સમાજની સમરસતા ,જનસેવા તેમજ બ્રાહ્મણ ડોકટરોનું ઉત્થાન અને સ્વાભિમાન સાથે ઉચ્ચ સ્થાને રહેવા સતત પ્રયન્તશીલ છે રામનવમી ના શુભ દિવસે આયુર્વેદ સંકુલ આણંદ ખાતે વૈધ્યરાજ હરિનાથ ઝાના સાનિધ્યમાં ગુજરાતભરના ખ્યાતનામ ડોકટરો ડૉ.એસ.વી ત્રિપાઠી ,ડૉ.રાજેશ ભટ્ટ ,ડૉ.શ્યામ સુન્દર શર્મા ,ડૉ.રાજેશ રાવલ ,ડૉ.દિપક ઉપાધ્યાય ,ડૉ.રાજ શર્મા ,ડૉ.ધન્વંતરિકુમાર ,ડૉ.નિધિ ઝા ,ડૉ.સંજય દવે એ ચર્ચામાં ભાગ લઈ પ્રાસંગીક પ્રવચન કર્યા હતા ભગવાન પરશુરામ અને ગાયત્રી મંત્રની વૈધાનિકતા સમજવી બ્રાહ્મણની શ્રેષ્ઠતા તથા વેધ્યકીય વ્યવસાયની શ્રેષ્ટતા સમજાવી હતી વૈધ્યરાજ હરિનાથ ઝાએ ડોક્ટરોને ભગવાનનું સ્વરૂપ છે તેમજ બ્રાહમણો નું સ્થાન આદરણીય છે તેમ ધ્યાન માં રાખી સમાજના તમામ વર્ણોને યોગ્ય સેવાકીય ,આધ્યાત્મિક તેમજ આશીર્વાદાત્મક કાર્યો કરવા પ્રેરણા આપી હતી બ્રાહમણ સમાજના અગ્રણી ડોકટરોનું સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.ધન્વતરી કુમારે કર્યું હતું કાર્યક્રમ ને સફળ બનાવવા ડૉ.ફાલ્ગુનીબેન ,ડૉ.રવિ પૂજારી ,પરાગ જોશી ,કુમાર સુસ્રુત ,હેતલબેન,કેયુરભાઈ તથા આયુર્વેદ સંકુલના સ્ટાફ તથા દિવ્જ મેડીકલ ફાઉન્ડેશન ના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી વિશેષ દિવ્જ મેડિકલ ફાઉન્ડેશન ની પ્રવુતિઓ સમસ્ત દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા ઠરાવ કર્યો હતો



0 comments: