લોકતંત્રના કલ્પવૃક્ષ-વટવૃક્ષને મતદાનથી હર્યુભર્યું રાખી શકાય એવો
પ્રેરણા સંદેશ કલાના માધ્યમથી આપીને કલાકારોએ ઘણું મોટું કામ કર્યું છે : જિલ્લા
ચૂંટણી અધિકારી
સમૃદ્ધ લોકશાહીનો પાયો એક એક મતથી રચાય છે એવો સંદેશ આપતું ત્રિપરીમાણીય
વિશાળ ચિત્ર કોઠી ચાર રસ્તા પર બનાવીને કલાકારોએ અચૂક મતદાનનો સંદેશ
આપ્યો
વડોદરા:કોઠી
કચેરીએ લોકસભા ચૂંટણીઓના આયોજનનું મુખ્ય અને મધ્યસ્થ કેન્દ્ર છે. આ સ્થળની રોજેરોજ
મુલાકાત લેતા લોકોને તા.૨૩/૦૪ના રોજ અચૂક મતદાન કરવાની પ્રેરણા આપવા, શહેરના સાત નવલોહિયા અને નવા વિચારો ધરાવતા કલાકારોએ કોઠી ચાર રસ્તા પર, રાત્રે ઝળહળતું દેખાય એવું ૭૦X૩૦ ફીટનું વિશાળ ત્રિપરીમાણીય (૩ડી)
પેઇન્ટીંગ બનાવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી અને નાયબ પોલીસ કમિશનર શ્રી મનીષ
સિંહની સાથે નિરીક્ષણ કર્યું હતુ. તેમણે જણાવ્યું કે, લોકશાહીના પ્રતિક તરીકે કલ્પવૃક્ષ-વટવૃક્ષને એકમેકમાં વણી લઈને અને તેમાં
ચાર ભાષામાં પર્ણ રૂપે મત શબ્દનું ચિત્રાંકન કરીને, કલાકારોએ સમૃદ્ધ
અને મજબૂત લોકશાહી માટે પ્રત્યેક મત જરૂરી છે,
એટલે સહુએ મતદાન
કરવું જ જોઇએ એવો જે સંદેશ આપ્યો છે એ ધન્યવાદને પાત્ર છે.
તેમણે જણાવ્યું કે, જે કોઇપણ આ ચિત્ર જોશે તેને મતદાન અચૂક કરવાનો પ્રેરણા સંદેશ મળશે.
ઉલ્લેખનીય
છે કે આ ચિત્ર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે રાત્રે સ્ટ્રીટ લાઇટસના પ્રકાશમાં
ચિત્ર એકદમ જીવંત બને છે. આર્ટ ક્યુરેટર સચીન કાલુસ્કરે જણાવ્યું કે, કેવલ બહાર, જયરાજ સુથાર, ચિરાગ ચૌહાણ, મેહેરદાસ શ્રીમાળી, સચીન, પ્રતિક ડામોર અને જતીન કહારે ખૂબ જહેમત આ ઉઠાવી મતદાન
જાગૃત્તિનો સંદેશ આપતું આ ચિત્ર સર્જન કર્યું છે અને મતદાનની પ્રેરણા આપવામાં
સહભાગી બન્યા છે. આ ચિત્ર સહુને અચૂક મતદાન કરવાની પ્રેરણા આપશે.


0 comments: