આજે ભારત સરકાર જ્યારે દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખૂબ સંવેદનશીલ છે અને તેમની મદદ માટે તેમના લાભાર્થી નવી નવી યોજનાઓ આવી રહી છે ત્યારે આજના યુવાનો પણ આ દિશામાં વિચારતા થયા છે અને તેમનું અંતઃકરણ આવી દિવ્યાંગ વ્યક્તિઓ માટે કંઈક કરી છૂટવા માટે તત્પર થયો છે
એસ. વી.આઈ.ટી. વાસદ ખાતે એન્જિનિયરિંગ ના ફાઇનલ ઇયર આઈ.સી વિભાગમાં અભ્યાસ કરતા શ્યામ સથવારા, તેજસ પ્રજાપતિ, અને સૌરભ કર ની ટીમે પોતાના ફાઇનલ ઇયર ના પ્રોજેક્ટ ના ભાગરૂપે એવો આવિષ્કાર કર્યો છે કે જેથી અંધ વ્યક્તિઓ પણ પોતાના મોબાઇલમાં આવતા ટેક્સ મેસેજ વાંચી શકે એટલે કે અંધ વ્યક્તિઓ જે બ્રેઇન લેંગ્વેજ નો ઉપયોગ કરે છે તેના આધાર પર આ વિદ્યાર્થીઓએ ડૉ રાકેશ પટેલ (એચ.ઓ.ડી.) ની દેખરેખ માં પ્રો. રાજકુમાર જોશી ના માર્ગદર્શનમાં એક એવો સ્માર્ટ ગ્લોઝ બનાવ્યો છે કે જેના દ્વારા જ્યારે મોબાઇલમાં ટેક્સ મેસેજ આવે તો તેના વાઈબ્રેશન દ્વારા તેઓ બ્રેઇન લેંગ્વેજમાં આ મેસેજ વાંચી શકે છે.
આ વિદ્યાર્થીઓનું એવું માનવું છે કે જ્યારે આજની તારીખમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ સમાજની દરેક વ્યક્તિ કરી રહી છે તો પછી દિવ્યાંગ વ્યક્તિઓ આનાથી પાછળ કેવી રીતે રહી જાય.
હાલમાં આ સ્માર્ટ ગ્લોઝ ની કિંમત રૂપિયા 1500 આસપાસ છે પરંતુ જો તેનું કોમર્શિયલ ધોરણે ઉત્પાદન કરવામાં આવે તો તે રૂપિયા 500 માં પણ ઉપલબ્ધ થઇ શકે છે.
પ્રો. રાજકુમાર જોશી કે જેઓ આ વિદ્યાર્થીઓના ગાઈડ છે તેમનું કહેવું છે કે આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો પરંતુ તેમની સખત મહેનતના કારણે અને બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ, બરોડા તરફથી જે સપોર્ટ મળ્યો છે તેના કારણે છેવટે સફળતા મળી છે.
એસ વી આઇ ટી વાસદના ચેરમેન શ્રી ભાસ્કરભાઈ પટેલ આવા વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ માટેની જરૂરી સાધનસામગ્રી મેળવવામાં તથા આવા પ્રોજેક્ટ ને પેટન્ટ કરાવવા માટે પણ ખૂબ પ્રયત્નશીલ રહે છે.
આ સમગ્ર પ્રોજેક્ટ માં બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ વડોદરાના પ્રેસિડેન્ટ રીકેશભાઈ દેસાઈ અને તેમના ઓફિસથી ખૂબ સારો સહકાર મળ્યો છે અને નેશનલ બ્લાઇન્ડ એસોસિએશન બરોડા ના બ્લાઇન્ડ સભ્યો ને વારંવાર મળી ને તેમના દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા તેને ધ્યાનમાં રાખીને આ આખા પ્રોજેક્ટમાં કામ કરી આ ડીવાઈસ બનાવવામાં આવી છે.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. ડી પી. સોની, આર. એન્ડ ડી, ડીન. ડૉ.પી.વી. રમનના અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી.

0 comments: