લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯
દિવ્યાંગ મતદાતાઓને સરળ સુલભ મતદાનની સુવિધા વધુમાં વધુ મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલ
૨૭૦ વ્હીલચેર્સ-ટ્રાઇસિકલ્સ અને ૪૫૦ સ્વયંસેવકો દિવ્યાંગ મતદાતાઓને
મદદરૂપ બનશે
વડોદરા : લોકસભા
સામાન્ય ચૂંટણી-૨૦૧૯ માટે તા.૨૩ એપ્રિલ-૨૦૧૯ના રોજ મતદાન થનાર છે. વડોદરા જિલ્લા
ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. ચૂંટણીમાં મતદાન માટે
દિવ્યાંગોને સરળતા રહે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ભારતના
ચૂંટણીપંચે કરેલા વિવિધ દિશાસૂચનો પગલે વડોદરા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા
વ્હીલચેર્સ-ટ્રાઇસિકલ્સ અને સ્વયંસેવકો વ્યવસ્થા કરી છે. દિવ્યાંગ મતદાતાઓ માટે ઉભી
કરવામાં આવેલી વ્યવસ્થાનું નિરીક્ષણ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલ, ઓબ્ઝર્વર શ્રી નવિનકુમાર સિંઘ તથા શર્મિષ્ઠા મૈત્રાએ કર્યુ હતુ.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી અગ્રવાલે
જણાવ્યું કે, દિવ્યાંગ મતદાતાઓને મતદાન માટે સુલભ્યતા
રહે તેવા ઉદ્દેશ્ય સાથે ૨૭૦ વ્હીલચેર્સ-ટ્રાઇસિકલ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ
ઉપરાંત દિવ્યાંગ મતદાતાઓને ૪૫૦ સ્વયંસેવકો મદદ કરશે. તેમને મતદાન માટે કતારમાં ઉભા
રહેવું નહિ પડે અને પ્રાથમિકતા આપવામાં આવશે. શ્રીમતી અગ્રવાલે દિવ્યાંગ મતદાતાઓને
આ તમામ વ્યવસ્થાનો લાભ લઈ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે દિવ્યાંગ
મતદાતાઓને લોકતંત્રના મહાપર્વ ચૂંટણી પ્રક્રિયામાં મતદાન આપી સહભાગી થવા અનુરોધ
કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પ્રજ્ઞાચક્ષુ મતદારો નોંધાયેલા છે તેવા મતદાન મથકે ઉમેદવારોનો નંબર અને
નામનું લખાણ ધરાવતા બ્રેઇલ પેપર્સ રાખવામાં આવ્યા છે જેના આધારે પ્રજ્ઞાચક્ષુ
મતદારો ઇવીએમ પર પોતાના પસંદગીના ઉમેદવારની સરળ ઓળખ કરી શકશે.
કલેકટરશ્રી અગ્રવાલ સાથે ઉપસ્થિત
ઓબ્ઝર્વરશ્રીઓનું સ્વાગત સમાજ સુરક્ષા અધિકારી શ્રી હેતલ પરમારે કર્યુ હતુ.
દિવ્યાંગ મતદાતાઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થા
વિશે ચીફ ઓફિસર શ્રી મયંક ત્રિવેદીએ વિગતો આપી હતી. આ પ્રસંગે સમાજ સુરક્ષા
વડોદરાના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે
ઉલ્લેખનીય છે કે વડોદરા સંસદીય બેઠકની સાત વિધાનસભા બેઠકોમાં આવેલા મતદાન મથકો
પૈકી જે મતદાન મથકો ખાતે શારીરિક રીતે અક્ષમ મતદારો નોંધાયેલા છે એ મતદાન મથકો
ખાતે આ વ્હીલચેર્સ પહોંચાડવા માટે આજે જે તે બેઠકના ડીસ્પેચિંગ સેન્ટર ખાતે રવાના
કરાઇ હતી. આવતીકાલે મતદાન ટુકડી અને મતદાન સામગ્રી સાથે વ્હીલચેર્સ પણ મતદાન મથકો
ખાતે પહોંચાડી દેવાશે.
0 comments: