વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન મથકો માટે મતદાન સામગ્રીના વિતરણનું નિરીક્ષણ
કર્યુ અને મુખ્ય મતદાન અધિકારીઓની મતદાન પ્રક્રિયાની જાણકારીની ચકાસણી કરી : સખી
મતદાન મથકો માટેની મહિલા મતદાન ટુકડીઓનો ઉત્સાહ વધાર્યો
*************************************************************************************************************************************************
ભૂતકાળના અનુભવોનો અને નવી જોગવાઇઓની જાણકારીનો વિનીયોગ કરીને
ક્ષતિરહિત મતદાન કરાવવાનો
અનુરોધ કર્યો
*************************************************************************************************************************************************
મતદાન ટુકડીઓને શુભકામનાઓ પાઠવી
વડોદરા: જિલ્લા ચૂંટણી
અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે માંજલપુર વિધાનસભા મત વિભાગના ડિસ્પેચીંગ સેન્ટર
ખાતે બધી ટુકડીઓ (પોલીંગ પાર્ટીઝ) મતદાન કરાવવા સંપૂર્ણપણે તૈયાર છે ને? એવો સવાલ
કરવાની સાથે વડોદરા સંસદિય બેઠકનું તા.૨૩/૦૪/૨૦૧૯ના રોજ મતદાન કરાવવા માટે મતદાન
વિષયક વૈધાનિક સાહિત્ય, સ્ટેશનરી તેમજ મતકુટીર સહિતની સામગ્રીના મતદાન ટુકડીઓને
વિતરણની કામગીરીનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યુ હતું અને ખાસ કરીને જે મતદાન મથકોનું
સંચાલન સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા જ થવાનું છે તેવા સખી મતદાન મથકો માટેની
મહિલાકર્મીઓની ટુકડીઓ સાથે સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મતદાન ટુકડીઓને
ચૂંટણી પંચે નિર્ધારીત કર્યા પ્રમાણેની, EVM અને વીવીપેટ સહિતની ૧૨૯ પ્રકારની
ચીજવસ્તુઓ આપવામાં આવી હતી અને જે મતદાન મથકો ખાતે લોકોમોટર ડિસેબીલીટી(શારીરિક
અક્ષમતા) ધરાવતા મતદારો નોંધાયેલા છે, એ મતદાન મથકે રાખવા માટે વ્હીલચેર્સ આપવામાં
આવી હતી. માંજલપુર વિધાનસભા મત વિસ્તારના એઆરઓ ખ્યાતિ પટેલે વિતરણ વ્યવસ્થાની
જાણકારી આપી હતી.
વિતરણ સ્થળના સમીક્ષા કેન્દ્ર ખાતે તેમણે
પોલીંગ પાર્ટીઝ મુખ્ય મતદાન અધિકારીઓના મતદાન કરાવવાની પ્રક્રિયાના જ્ઞાનની ચકાસણી
કરી હતી. તેમણે સવારે ૦૬:૦૦ વાગે મોકપોલ કરવાથી શરૂ કરીને મતદાન પૂરું થાય ત્યારે
ઇવીએમને ક્લોઝ કરવા અને વીવીપેટની બેટરી કાઢી લેવા તથા વૈધાનિક પત્રકો ભરવા સહિતની
સમગ્ર મતદાન પ્રક્રિયાના જ્ઞાનની ચકાસણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઝોનલ
અધિકારીઓને EVM/વીવીપેટની જાણકારી માટે જરૂરી તકેદારીઓના ૯
મુદ્દાનું લીસ્ટ આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા તેની વિગતવાર સમજણ તેઓને
આપવામાં આવી છે.
શ્રીમતી શાલિની અગ્રવાલે, વીવીપેટને
લાઇટના એક્સ્પોઝરથી બચાવવા ખાસ કાળજી લેવા જણાવ્યુ હતું. તેમણે તમામ ટુકડીઓને
મતદાનના કાર્યમાં સફળતાની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે તમે અગાઉ મતદાન કરાવ્યું
છે એના અનુભવનો અને ચૂંટણીપંચની નવી જોગવાઇઓ અંગેની તાજી જાણકારીનો વિનિયોગ કરીને
ક્ષતિરહિત અને પારદર્શક મતદાન કરાવજો.
તેમણે
મતદાન ટુકડીઓ માટે અલ્પાહાર, છાશ અને ભોજનની વ્યવસ્થા સ્વૈચ્છિક રીતે અને કર્મચારી
કલ્યાણની ભાવના સાથે કરવા માટે એઆરઓ સહ ડીસીએલઆર ખ્યાતિ પટેલને અભિનંદન આપ્યા હતા
0 comments: