ચૂંટણી પંચની
નવતર પહેલ
ખેડા
જિલ્લામાં મહિલાઓ દ્વારા સંપૂર્ણ સંચાલિત
૩૦ સખી મતદાન
મથકો
જોગાનુજોગ ઠાસરા
અને મહુધામાં મહિલા મદદનીશ ચૂંટણી અધિકારી
નડિયાદ- ખેડા લોકસભાની
બેઠક માટે તા.૨૩/૦૪/૨૦૧૯ના રોજ મતદાન થનાર છે.
આ લોકસભાની ચૂંટણીમાં ભારતના ચૂંટણી પંચે
એક નવતર પહેલના ભાગરૂપે દરેક વિધાનસભા મત વિભાગમાં સંપૂર્ણ મહિલાઓ દ્વારા સંચાલિત
મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જે અનુસાર ખેડા જિલ્લામાં વિધાનસભા મતવિભાગ દીઠ પાંચ
લેખે કુલ ૩૦ મહિલાઓ સંચાલિત “સખી”
મતદાન મથકો ઉભા કરવામાં આવ્યું હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર
શ્રી સુધીર પટેલે જણાવ્યું છે.
સખી મતદાન મથકો ઉપર ગણવેશધારી મહિલાઓ
મતદાન મથક ખાતે પોતાની ફરજો બજાવશે.
આ મતદાન મથકોનું તમામ સંચાલન મહિલા અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે
એટલું જ નહીં સુરક્ષા માટે મહિલા કર્મીઓ તૈનાત કરવામાં આવશે. જોગાનુજોગ ૧૧૯- ઠાસરા
અને ૧૧૮- મહુધા વિધાનસભા મત વિભાગમાં મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે પણ મહિલા
અધિકારીઓ છે. ઠાસરામાં મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે સુશ્રી અર્પિત સાગર જ્યારે મહુધામાં
મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે શ્રી અવંતિકા દરજી ફરજ બજાવી રહ્યા છે.




0 comments: