મતાધિકારનો પ્રથમ વખત ઉપયોગ કરવા માટે કોલેજના યુવાધનનો અદમ્ય ઉત્સાહ-ઉમંગ સાથેનો ભારે થનગણાટ : રાજપીપલાની કોલેજમાં ઉજવાયો યુવા મતોત્સવ
જિલ્લા કલેક્ટર
અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલની ઉપસ્થિતિમાં
મતદાર જાગૃત્તિ માટે કોલેજનાં વિદ્યાર્થીઓ
માટે યોજાઇ “સહી ઝુંબેશ”
યુવા વિદ્યાર્થીઓએ પોતે મતદાન કરવાની સાથે પોતાના
પરિવાર, પડોશીઓ, મિત્રોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરીને લોકશાહીને વધુ મજબૂત
બનાવવાં લીધો સામૂહિક સંકલ્પ
રાજપીપળા- ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય
ચૂંટણીઓ-૨૦૧૯ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લામાં
૨૧-છોટાઉદેપુર (અ.જ.જા.) સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા મત વિસ્તાર
અને ૨૨- ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં
તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ યોજાનારા મતદાનમાં મતદારો મહત્તમ ભાગ લઇ લોકશાહી
શાસન પ્રણાલીને વધુ મજબુત બનાવવાની સાથે તેનું સંવર્ધન થાય તેવા હેતુથી ચૂંટણીપંચ
દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃત્તિનાં હાથ ધરાયેલાં કાર્યક્રમોને
પ્રજાસમૂહ તરફથી ભવ્ય પ્રતિસાદ મળી રહ્યોં છે, ત્યારે મતદાન માટે મળેલા અધિકાર
અન્વયે પોતાના જીવનમાં સૌ પ્રથમ વખત અમૂલ્ય મતાધિકારનાં ઉપયોગ થકી તા.૨૩ મી
એપ્રિલે મતદાન કરવા કોલેજમાં અભ્યાસ કરનાર નર્મદા જિલ્લાનાં યુવાધનમાં અદમ્ય
ઉત્સાહ-ઉમંગ સાથેનો ભારે થનગણાટ જોવા મળી રહ્યોં છે.
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને
જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલનાં માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં પણ આગામી
તા.૨૩ મી એપ્રિલનાં રોજ યોજાનારા મતદાનમાં જિલ્લાનાં તમામ મતદારો અચૂક ભાગ લઇને મહત્તમ
મતદાન કરે તેવા આશયથી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃત્તિનાં અનેકવિધ
કાર્યક્રમો જિલ્લામાં યોજાઇ રહ્યાં છે, જેનાં ભાગરૂપે આજે રાજપીપલા મુખ્ય મથકે
એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને એમ.આર. કોમર્સ કોલેજ ખાતે યોજાયેલા મતદાર
જાગૃતિનાં “સહી ઝુંબેશ” નાં વિશેષ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા યુવા મતોત્સવ કાર્યક્રમમાં અંદાજે
૧૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મોટા ભાગે પોતાનાં જીવનમાં પ્રથમ
વખત મતદાન માટેનો લ્હાવો મેળવનાર યુવા મતદારોની નોંધપાત્ર હાજરી જણાઇ હતી.



0 comments: