Monday, 8 April 2019

કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામમાં ઠંડા પાણીની પરબ બારે માસ અવિરત ચાલુ .....

SHARE
કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામમાં ઠંડા પાણીની પરબ બારે માસ અવિરત  ચાલુ .....


કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામની મધ્યે એક ઠંડા પાણીની પરબ આવેલી છે જે શુદ્ધ પાણીની અને નિયમિત સ્વચ્છ રાખીને ગામની   પ્રજાને અને રાહદારી વાહનધારકોને ખૂબ જ ઉપયોગી બની ને આશીર્વાદરૂપ થઈ રહી છે .આવી કાળઝાળ ગરમીમાં ગરીબ ,મધ્યમ અને  સમસ્ત પ્રજા આ પરબનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે.પાણી નો ઉપયોગ ફક્ત પીવા માટે  કરીને સરસ ઉદાહરણ પણ પૂરું પાડે છે .  .આટલી ગરમીમાં એક પાણીના બોટલ પણ ૨૦ રૂપિયામાં આવે છે આમ આ પરબથી ગામજનોને ,રાહદારી  પ્રજા  તેમજ લગ્નપ્રસંગે  કે  અન્ય  તહેવારોમાં   આર્થિક બચત પણ થઇ જાય છે.આ દાતા દ્વારા આપેલ દાન નો ઉપયોગ થાય તેજ સૌ માટે ઉદાહરણ રૂપ બાબત કહી શકાય .આ પરબ ગામના  ઉત્સાહી યુવાન એવાં હિતેશભાઈ પટેલે પોતાના પિતા  સ્વ.  રવચંદભાઈ પરસોત્તમભાઈ શીવાભાઈ  પટેલની   યાદગીરી સ્વરૂપે સ્વખર્ચે બાંધીને  નરસિહપુર ગામને  અર્પણ  કરેલી છે જેનાથી  ગ્રામજનો ખુબ જ ખુશ છે.તેવું ગ્રામજનોએ તેમનો  આભાર વ્યક્ત કર્યો  હતો .
SHARE

Author: verified_user

0 comments: