Monday, 8 April 2019

અબોલ પશુપક્ષીઓ માટે મોટીઝેરમાં યુવકો દ્વારા પાણી માટે વિના મૂલ્યે કૂંડાનું વિતરણ કરવામાં આવ્યું ....

SHARE
અબોલ પશુપક્ષીઓ માટે મોટીઝેરમાં યુવકો દ્વારા પાણી માટે  વિના  મૂલ્યે કૂંડાનું વિતરણ કરવામાં આવ્યું ...




કપડવંજ તાલુકા ના મોટીઝેર ગામના જય અંબે યુવક મંડળ ના યુવકો દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પશુપક્ષીઓમાટે પાણીના કૂંડાનું વિતરણ કરવામાં આવ્યું.જેમાં આ કૂંડા માટે શ્રી વિનોદચંદ્ર શાહ ૫૦ કુંડા, શ્રી  મનીષભાઈ શાહ ૫૦ કુંડા ,તેમજ અમદાવાદના એકભાઈ  દ્વારા  ૫૦ કુંડા તેમજ  મિત્રોએ યથાશક્તિ રકમ કુંડા  માટે આપી હતી  આમ  કુલ  ૧૫૦   કુંડા વિના  મુલ્યે  વિતરણ સાથે ફરજીયાત પાણી ભરવું .સ્વચ્છ રાખવું અને ઘરમાં બિનજરૂરી પાણીનો વ્યય ના થાય અને પાણીની બચત થાય તે માટે પણ માહિતી આપી હતી. આમ  દાતાઓએ  આપેલ  કુંડાને  યોગ્ય રીતે વિતરણ   કરીને જય  અંબે  યુવક મંડળના મિત્રોએ સારી કામગીરી કરીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.
SHARE

Author: verified_user

0 comments: