કેળવણી મંડળનું
રજત પર્વ : ચમોસથી ચારૂસેટની વણથ્ંભી યાત્રા
પાટીદારોના સમૃધ્ધ પ્રદેશ તરીકે જાણીતા ચરોતરમાં અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓ – મંડળો આવેલાં છે, પરંતુ તેમાં આણંદસ્થિત શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ પોતાની આગવી
કાર્યક્ષમતાના કારણે સાવ અલગ ઉપસી આવે છે. કેળવણી મંડળ ૨૦૧૯માં તેના રજત જયંતી પર્વની ભવ્ય ઉજવણી કરે છે. ત્યારે
મંડળની સ્થાપનાથી લઈને અત્યાર સુધીની રજત યાત્રા નિહાળીએ.
લગભગ ૧૨૫ વર્ષ અગાઉ
૧૮૯૫માં સ્થપાયેલા ૨૭ ગામ પાટીદાર પંચ કે જે બંધારણીય રૂપ ધારણ કરી “શ્રી ચરોતર મોટી
સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ-માતૃસંસ્થા’’ના નામ સાથે ૧૯૮૭માં અસ્તિત્વમાં આવ્યો. માતૃસંસ્થાના સ્થાપક
પ્રમુખ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ચકલાસીના શિક્ષણ શ્રી બેચરભાઈ મોતીભાઈ પટેલ અને મંત્રી
ખાંધલીના ડૉ. એમ.સી.પટેલ બન્યા.
સમાજની મુખ્ય ક્રાંતિકારી
સામાજિક પ્રવૃત્તિ સમૂહલગ્નની જેણે અન્ય સમાજને પણ તે રસ્તે જવાની પ્રેરણા આપી.
સમાજના ૬૬ ગ્રામીણ ઘટકોના શહેરમાં વસેલા બુદ્ધિધનના સમુદાયે સમાજલક્ષી વિવિધ
પ્રવૃત્તિઓ સાથે સમાજને બે મહત્વના સ્થંભ કેળવણી અને આરોગ્ય ક્ષેત્રે આગળ વધવા સમાજે
૧૯૯૫માં ચકલાસીમાં સમાજના શતાબ્દી મહોત્સવના પરોઢિયે
સંકલ્પ કર્યો.
સંકલ્પ સાકાર કરવા માટે
૧૩/૦૨/૧૯૯૪ ના રોજ મહેળાવમાં સમૂહ લગ્નોત્સવ દરમિયાન કેળવણી મંડળ રચવાનો ઠરાવ
કર્યો અને ‘શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ –આણંદ’ નામ આપવામાં આવ્યું. જેના સ્થાપક પ્રમુખ મૂળ
મલાતજના અને મુંબઈમાં વસતા માતૃસંસ્થાના પ્રમુખ શ્રી છોટાભાઈ ભીખાભાઈ પટેલ અને
મંત્રી ડૉ. એમ.સી.પટેલ (ખાંધલી/વિધાનગર) બન્યા.
શિક્ષણની શરૂઆત કેવી રીતે
કરવી તેની વિશદ ચર્ચા કરતા ધો.
૧૧-૧૨ સાયન્સની સ્વનિર્ભર શાળા શરૂ કરવા
ગતિવિધિ થઇ. ધો. ૧૧-૧૨ની મંજૂરી ખાસ કેસમાં મેળવી. એ જ રીતે છાત્રાલયની રૂમોને જ
ક્લાસરૂમ – લેબોરેટરીમાં ફેરવી ૪૩ વિધાર્થીઓથી ધો. ૧૧ નો ગુજરાતી માધ્યમનો વર્ગ શરૂ થયો.
કેળવણી મંડળના પૂર્વ ટ્રસ્ટી
અને આણંદ નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ સ્વ, બાબુભાઈ ગી. પટેલ અને તેમની ટીમના
સૌજન્યથી આણંદ – વિધાનગર રોડ પર ૩૮ ગુંઠા જમીન એક રૂપિયાના ટોકન ભાડે ફાળવી અને
ત્યાં શૈક્ષણિક સંકુલ શરૂ થયું. સંકુલમાં દાતાશ્રીના સૌજન્યથી
ડી.ઝેડ પટેલ (રામોલ/લંડન) હાયર સેકન્ડરી સ્કૂલ અને જશકમલ વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રના બે યુનિટ
સ્વનિર્ભર ધોરણે વિકાસ પામ્યાં.
૨૪મી જાન્યુઆરી ૧૯૯૬ના રોજ
વિધાર્થીઓના હસ્તે સત્યનારાયણની કથા કહેવડાવી નિર્માણ પામી રહેલા નવા મકાનમાં પ્રવેશ કર્યો.
કેળવણી મંડળનું આ પ્રથમ
સોપાન.
આ વિધાર્થીઓને ધનિષ્ઠ
તાલીમ આપવા વ્યાવસાયિક કેન્દ્ર શરૂ થયું જેમાં IELTS/કોમ્પ્યુટરની તાલીમની
શરૂઆત થઇ. આ પછી દાતાઓનો સહકાર મળવા લાગ્યો. કે.જી. થી ધો. ૧૨ સુધી મહેળાવમાં નિવાસી સ્કૂલ શરૂ કરવાનો
વિચાર આવ્યો. મહેળાવમાં વિશાળ જમીન પર કે.જી.થી ધો. ૧૨ સાયન્સ સુધી અંગ્રેજી–
ગુજરાતી માધ્યમની શાળા બનાવવા નિર્ણય કર્યો. જમીનની સગવડતા ન થતાં ધો. ૧૨ સાયન્સ પછી વિધાર્થીઓને
ટેકનીકલ એજ્યુકેશન મેળવવા બીજા રાજ્યોમાં જવું પડતું હતું. તે ધ્યાનમાં રાખીને ૧૯૯૯માં ચાંગામાં 45 એકર જમીન મળતા ટેકનિકલ એજ્યુકેશનમાં આગળ વધવા નિર્ણય કર્યો.
ચાંગાના કેટલાક દાતાઓએ દાન આપવાનું પણ વચન આપ્યું. તા. ૨૮-૦૧-૨૦૦૦ના રોજ
સ્વામી સચ્ચિદાનંદજીના હસ્તે ચાંગાની ભૂમિ પર ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. ચાંગાના ચરામાં સોહામણું વિધા સંકુલ ઉભું થયું-ચરોતર ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ચાંગા CITC. આમ ચાંગા કેમ્પસની શરૂઆત થઇ. ચમોસથી ઓળખ પામેલી સંસ્થા CITCથી ઓળખાવા લાગી.
ચાંગાના દ્વિતીય શૈક્ષણિક સોપાનમાં ઈજનેરી કોલેજ પછી ફાર્મસી કોલેજની શરૂઆત વખતે કર્મઠ પ્રમુખ ડૉ. કે.સી.પટેલનું નિધન થતાં ઔડાના તત્કાલિન પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ એમ. પટેલે(ગાડા/અમદાવાદ) પ્રમુખની જવાબદારી સ્વીકારી જે આજ
પર્યત યશસ્વી રીતે જવાબદારી અદા કરે છે.
દાતાઓનો અનોખો સહકાર મળતા એક પછી એક વિવિધ વિધાર્થીઓની શરૂઆત થતાં ૨૦૦૯માં ચારૂસેટ
યુનિવર્સીટી– ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું નિર્માણ થયું. સંસ્થાઓએ ‘ચારુસેટ’નું બ્રાન્ડ નેઇમ ધારણ કર્યું
હાલ NAAC દ્વારા પ્રથમ પ્રયાસે જ મેળવેલા A Grade અંતર્ગત ચારુસેટ યુનિવર્સીટીમાં ૭૫૦૦ થી વધુ વિધાર્થી ભાઈ બહેનો વિવિધ ૭૨, અન્ડર ગ્રેજ્યુએટથી
પીએચ.ડી કોર્ષમાં, નવ વિવિધ સંસ્થાઓ અને ૪ વિકાસાત્મક શૈક્ષણીક કેન્દ્રોમાં, ૫૫૦
જેટલા વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરે છે. ચારૂસેટમાં
એન્જિનિયરિંગ – ફાર્મસી – કોમ્પ્યુટર એપ્લીકેશન – મેનેજમેન્ટ – એપ્લાઈડ સાયન્સ –
નર્સિગ – ફીજીયોથેરાપી – પેરામેડીકલ કોલેજો છે જેમાં વિદેશના વિધાર્થીઓ સહિત ૨૫૦ જેટલા પી.એચ.ડી. ના વિધાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
ચારૂસેટ યુનિવર્સીટીને પૂર્ણ ક્ક્ષાની બનાવવાના હેતુથી કેળવણી મંડળના ઠરાવ
મુજબ ૨૦૧૧માં ચરોતર હેલ્થકેર એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (CHRF) ની રચના કરાઈ જેના સ્થાપક પ્રમુખ નગીનભાઈ પટેલ (ચકલાસી) અને સ્થાપક મંત્રી ડૉ,
એમ.સી.પટેલ (ખાંધલી) બન્યા. ૪૫૦ બેડની હોસ્પિટલ બનાવવાના લક્ષ્ય સાથે પ્રાથમિક તબકકે
૧૫૦ બેડની અધતન સુવિધા ધરાવતી ચારૂસેટ હોસ્પિટલ શરૂ થઇ જેને નેશનલ એક્રેડીટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ (NABH) ની માન્યતા મળતા હોસ્પિટલની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે.
આમ શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ ‘ચમોસ’ તરીકે ઓળખાતો હતો તેનું આખરે “ચારૂસેટ બ્રાન્ડમાં” ચારૂસેટ યુનિવર્સીટી અને
ચારૂસેટ હોસ્પિટલમાં પરિવર્તન થયું છે. સમાજમાંથી ઉભી થયેલી ચાર સ્વાયત્ત સંસ્થાઓ માતૃસંસ્થા-કેળવણી મંડળ–ચારૂસેટ યુનિવર્સીટી –
ચારૂસેટ હોસ્પિટલ અલગ સંસ્થા છે, પણ દાતાઓના સહકારથી
વિકાસયાત્રા અવિરત પ્રગતિના પંથે છે.
વિતેલા ત્રણ દાયકામાં પરમાત્મા– સંતોના આશીર્વાદ અને પ્રેરણાથી લગભગ ૨૦૦૦ દાતાઓના સહકારથી સમાજ અને સમાજેતર દેશ વિદેશના દાતાઓ તરફથી રૂ. ૨૦૦ કરોડ ઉપરાંતનું દાન પ્રાપ્ત થયું છે. આ વર્ષમાં કેળવણી મંડળ તેની સ્થાપનાનાં યશસ્વી ૨૫ વર્ષ પૂર્ણ કરે છે.


0 comments: