Thursday, 4 April 2019

જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા સોજીત્રા ખાતે પી.સી.ભટ્ટ મુક બધિર શાળામાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ.

SHARE
જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા સોજીત્રા ખાતે પી.સી.ભટ્ટ મુક બધિર શાળામાં
દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ.


આણંદ- આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯નું મતદાન ૨૩-૪-૨૦૧૯ ના રોજ યોજાનાર છે જેમાં આણંદ જિલ્લામાં ૫૦૯૭ દિવ્યાંગ મતદારો નોંધાયા છે.જેમાંથી ૪૩૬ મૂકબધિર મતદારો છે. અંધ/pwd એટલે કે પર્સન્સ વીથ ફિઝીકલ ડીસએબીલીટી જેવા કે અશ્કત / અપંગ અને વિવિધ પ્રકારની ખોડ ખાંપણ ધરાવતા મતદારો માટે મતદાન જાગૃતિ તથા AMF એટલે કે એસ્યુર્ડ મિનિમમ ફેસીલીટીસની સમજૂતી બાબતનો તાલીમ નિદર્શન કાર્યક્રમનું આયોજન સોજીત્રા ખાતે આવેલી પી.સી.ભટ્ટ મુક બધિર શાળામાં કરવામાં આવ્યુ જેમાં દિવ્યાંગ મતદારોને મતદાન માટેની સચોટ તાલીમ આપવામાં આવી હતી.સોજીત્રા મામલતદાર એ પણ ઉપસ્થિત રહીને દિવ્યાંગ મતદાતાઓના જુસ્સામાં વધારો કર્યો હતો.
SHARE

Author: verified_user

0 comments: