Thursday, 4 April 2019

ઉદ્યોગ સાહસિકતાના પ્રણેતા અને ચારુસેટ ગવર્નિંગ બોડીના સભ્ય ડો. વી. જી. પટેલનું નિધન

SHARE
ઉદ્યોગ સાહસિકતાના પ્રણેતા અને ચારુસેટ ગવર્નિંગ બોડીના સભ્ય  ડો. વી. જી. પટેલનું  નિધન


આંણદ : ચાંગામાં આવેલી વિખ્યાત ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ગવર્નિંગ બોડીના સભ્ય અને ભારતમાં આંત્રપ્રીન્યોરશીપ ડેવલપમેન્ટ ના પ્રણેતા ડો. વી. જી. પટેલ (પદ્મ શ્રી એવોર્ડ પુરસ્કૃત)નું ચોથી એપ્રિલે અમદાવાદમા નિધન થયું હતું. ભારતમાં ઉદ્યોગ સાહસિકતાના પ્રણેતા અને આંત્રપ્રીન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ સ્થાપક ડિરેક્ટર ડો. વી. જી. પટેલના અથાગ મહેનત અને પ્રયત્નોએ આજે ભારતમાં આંત્રપ્રીન્યોરશીપ ક્ષેત્રે ક્રાંતિ સર્જવામાં મહત્વનો ફાળો આપેલ છે. તેમની આ ઉપલબ્ધીઓને નવાજતા 2017માં  ભારત સરકાર દ્વારા ડો. વી. જી. પટેલને પદ્મ શ્રી એવોર્ડ (સાહિત્ય અને શિક્ષણ) થી સન્માનીત કરવામાં આવ્યા હતા. તેઓ ઘણા ઉદ્યોગસાહસિકો માટે આજીવન પ્રેરણાસ્ત્રોત રહ્યા હતા.
તેઓએ અમદાવાદ જી.આઈ.ડી.સી. ના આર્થિક બાબતોના સલાહકાર તરીકેની સેવા આપી હતી. તેઓ The Seven Business Crises and How to Beat Them, Managing India’s Small Industrial Economy, and Entrepreneurship Development Programme in India ના ઉત્કૃષ્ટ લેખક તરીકે ખ્યાતી પ્રાપ્ત કરી હતી. ડો. વી. જી. પટેલ સન 2002થી ચારુસેટ સાથે સંકળાયેલા હતા અને ગવર્નિંગ બોડીના સભ્ય તરીકે ચારુસેટ યુનિવર્સિટીના વિકાસમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે.  
ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા, ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને કેળવણી મંડળના મંત્રીશ્રી ડો. એમ.સી.પટેલ, માતૃસંસ્થા અને ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, ટ્રસ્ટીઓ-હોદ્દેદારો, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી અને રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશી સહિત સમગ્ર ચારુસેટ પરિવારે  સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી .
SHARE

Author: verified_user

0 comments: