આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્થળાંતરીત શ્રમિકો
માટે
મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આણંદ :- લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત આણંદ જિલ્લામાં ૨૩-૪-૨૦૧૯ ના રોજ મતદાન યોજાનાર છે. આ લોકશાહીના મહાપર્વમાં વધુને વધુ લોકોને જોડવા તેમજ તેમના મતદાનના હક્કોથી માહિતગાર કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઘણા મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. દિવ્યાંગ થી માંડીને ગામડાના છેવાડાના મતદાતા સુધી મતદાન ના હકની વાત પહોંચાડવા તેમજ દરેક મતદાર મતદાન અચુક કરે તે દિશામાં તંત્ર અડેખમ છે. તેના જ ભાગ રુપે ઇંટ ભઠ્ઠામાં કામ કરતા આંતર રાજ્ય સ્થળાંતરીત શ્રમિકો(માઇગ્રેટરી વોટર) ને જાગૃત નાગરીક તરીકે મતદાન કરવાની સમજ આપવા તેમજ ઇંટ ભઠ્ઠા ના માલિક પાસેથી મતદાનના દિવસે શ્રમિકો માટે સવેતન રજા આપવાની છૂટ અંગે શ્રમ અધિકારીશ્રી આણંદ દ્વારા બાંહેધરી મેળવવામાં આવી હતી તેમજ તેઓમાં મતદાન જાગૃતિ કેળવવામાં આવી હતી.


0 comments: