Monday, 29 April 2019

અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના અસલાલી પો.સ્ટેની હદમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ પોલીસ

SHARE
અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના અસલાલી પો.સ્ટેની હદમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી  એલ.સી.બી. ખેડા-નડીયાદ પોલીસ


નડિયાદ ,તા-29 -ખેડા જીલ્લા  જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ અધિક્ષક નાઓએ ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને  આર.કે.રાજપુત ઇ.પો.ઇન્સ.એલ.સી.બી ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો નડીયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમય  દરમ્યાન પો.કો.ધર્મપાલસિંહતથા પો.કો. રાકેશકુમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે વિજયભાઇ ઉર્ફે ભુરીયો દિનેશભાઇ રાવળ રહે. કંજોડા તાબે વિષ્ણુપુરા તા.નડીયાદ જી.ખેડા નાઓને ચકલાસી ભાગોળ પાસેથી એક નંબર વગરની હિરો હોન્ડા  સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ સાથે પકડી પાડેલ. જે મોટર સાયકલ  સદરી ઇસમે ચોરી અગર છળકપટથી મેળવેલાનુ જણાતા મોટર સાયકલ .કિં.રૂ.૨૫,૦૦૦/- સાથે સદર ઇસમને સી.આર.પી.સી. કલમ  ૪૧(૧)ડી,૧૦૨  મુજબ પકડી અટક કરી તેની સઘન પુછપરછ કરતા તેણે આ મોટર સાયકલ  અમદાવાદ જીલ્લાના અસલાલી પો.સ્ટેશન ની  હદના બારેજા ગામેથી ચોરી કરેલાની કબુલાત કરેલ હોય જે અંગેની ખરાઇ કરાવતા સદર મોટર સાયકલ  અસલાલી પોસ્ટે ફ.ગુ.ર.નં.૪૮/૧૯ઇપીકો કલમ ૩૭૯મુજબનો ગુનાના કામે ચોરાયેલ હોવાનું જણાઇ આવેલ જે વાહન ચોરીનો વણશોધાયેલ ગુનો એલસીબી ખેડા-નડીયાદ દ્વારા શોધી કાઢેલ છે. 
SHARE

Author: verified_user

0 comments: