ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં આડેધડ ખોદકામ થી પાઈપમાં ભંગાણ। ....
મહેમદાવાદ તા 29 - મહેમદાવાદ પંડ્યા પોળ ચકલા થઈ પોસ્ટ ઓફિસ જોડતાં રસ્તા પર રોડના ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટર તેમજ એન્જિનિયર સ્થળ પર ઉભા ન રહેતા પાણી, ગટરની તેમજ અન્ય પાઈપ લાઈન તુટતા રસ્તાઓ બ્લોક પાણીની રેલમછેલ....!!!
મહેમદાવાદ શહેરમાં આવેલા પંડ્યા પોળ ચકલા થઈ પોસ્ટ ઓફિસ જોડતાં અવરજવરના રોડ પર નવા રોડ બનાવવાનું કામકાજ ચાલું હતું સાથે GSPC ગેસ લાઇન વાળા પણ ગેસની લાઈનો માટે ખોદકામ કરતાં હતાં. આ દરમિયાન રોડ ખોદકામ કરતાં જે સી બી ના ડ્રાઇવર ને એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પાઈપ લાઈનો છે રોડ નીચે તેની જાણકારી આપેલ ન હોવાથી અને સ્થળ પર આ લોકો હાજર ન રહેતા જે સી બી ના ડ્રાઇવર દ્વારા રોડ માટે ખોદકામ કરતા પંડ્યા પોળ ના આજુબાજુના વિસ્તારમાં આવતા પાણીની મેન પાઈપ લાઈન તુટી ગઈ હતી. સાથે જ GSPC ગેસની લાઈન, ગટર લાઈન અને અન્ય વાયરો તેમજ લાઈનો તુટી ગઈ હતી. જેમાં ઉનાળાની ગરમીમાં સૌથી મહત્વની પાણીની પાઈપ લાઈન તુટી જતાં પાણીનો ખુબજ પ્રમાણ માં વહી રહ્યું હતું.
મહેમદાવાદ પંડ્યા પોળ વિસ્તારના અવરજવરના નવા રોડ બનાવવાનું કામ ચાલુ હતું અને GSPC ગેસ લાઇન વાળા પણ ખોદકામ નું કામ કરતા હતા તે સમયે પાણીની પાઈપો તેમજ અન્ય કનેકશનો તૂટતાં રોડ - રસ્તા ઉપર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. અને આવી કાળજાડ ગરમીમાં પોળમાં રહીશોને પાણી વગર રહેવાનો તેમજ પીવાના પાણીની પણ ભારે જહેમત ઉઠાવી પડી હતી. હવે આ કનેકશનો ક્યારે જોઈન્ટ થશે.....!!! ક્યારે આનું કામ પુર્ણ થશે.....???
આ બનાવની જાણ કરતા નગરપાલિકાના માણસો આવી ગયાં હતાં પણ હાલ આ પ્રશ્નો નો સોસાયટી વિસ્તારમાં પાણીની તકલીફ તો છે જ અને હવે પોળ વિસ્તારમાં પણ પાણીની તકલીફ......??? આ સંદર્ભે અવાર નવાર સંબધિત તંત્ર જાણ કરી હોવાનું તેમજ આક્ષેપ સાથે નગરજનો માં આ એક ચર્ચાનો વિષય બન્યો છે કે રોડ કે કોઈ પણ પ્રકારના કામ શરુ કરતાં ચીફ ઓફિસર અને કામના જાણકાર એન્જિનિયર પોતાની સરકારી ફરજ અદા કરવા એટલે કે કામ ચેક કરવા નથી આવતાં બસ એસી ઓફિસમાં બેસી વહીવટ જ કરે છે....??? ત્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટરો દ્વારા મનમાની કરી કામ જલ્દી પુર્ણ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે....?? અને સૌથી મોટી વાત તો એ છે કે રોડ નું કે અન્ય કોઈ પણ પ્રકારના કામ શરૂ કરતાં પહેલાં પાઈપલાઈનના કનેકશનો તેમજ નીચે જમીનમાં રહેલ ગટરની પાઈપો તેમજ ખારકુવા જેવી અનેક એવી લાઈન બાબતો છે જેની નગરપાલિકા સ્ટાફ જાણે કોઈ જાણકાર કે જુનવાડી કે આ કામના સંર્પુણ જાણકાર છે કે કેમ.....??? ની ઉણપ વર્તાતી જોવા મળે છે.હવે જોવાનું રહ્યું કે આવા અનેક પ્રશ્નોનું નિરાકરણ /પ્રશ્નોનો નિકાલ ક્યારે કરવામાં આવશે.....??? વધુમાં આક્ષેપ સાથે નગર જનોમાં તરેહતરેહ ની ચર્ચા માં કેટલાક તો આવી વાતો કરે છે કે મહેમદાવાદ નગરપાલિકામાં લોક સેવાની સુશીલ કન્યાની જેમ સરકારી ફરજ બજાવતા ઉચ્ચઅધિકારીઓ સરકારે ગટર અને પાણીની નવી લાઈનો નાખવા માટે કરોડો રૃપિયાની ગ્રાન્ટ ફાળવી હતી.... તે ક્યા ગઈ.....?? જનતાના લોક મુખે ચર્ચા મુજબ હલકી ગુણવત્તાના મટીરીયલ વાપરીને આ પાઈપલાઈન નાખી હતી અને કેટલાંક માનીતા કોન્ટ્રાક્ટર સાથે સેટીંગ કરી કરી આ નોન આઈએસઆઈ પાઈપ નાખી છે.... શું વાત સાચી છે....??? અને જો સાચી ના હોય તો જાહેરમાં બેનર બનાવી પાઈપ લાવેલી કંપનીનો ફોન નંબર તેમજ તેના ગુણવત્તા સ્ટેટીંગ રીપોર્ટ પબ્લિક વચ્ચે મુકો ખબર તો પડે કે કેટલા સાચા છો કે પછી પૈસા ના બંડલ સાચા છે....???જનતા આવા અનેક પ્રશ્નોનો જવાબ સંબધિત તંત્ર પાસે માંગે છે
by -વિરાંગ મહેતા -મહેમદાવાદ

0 comments: