વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ યુવા મતદારોને પ્રોત્સાહિત કરવાની સાથે ઇન્ડિગો મતદાન પ્રચાર રથને કરાવ્યુ પ્રસ્થાન
આકરા ઉનાળામાં કરવા જેવું સહુથી કુલ કામ મતદાન છે
પ્રથમવારના મતદાતા મતદાન કરવાનો રોમાંચ અવશ્ય માણે
વડોદરા- ૩૦
જેટલા કોમ્પ્યુટર્સ અને ઓડીયો વિઝયુઅલ ઇક્વીપમેંટસથી સુસજ્જ ઇન્ડિગો વોટર અવેરનેસ
વાન-ઇન્ડિગો મતદાન પ્રચાર રથને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે
ગાંધીનગર ગૃહ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતુ. આ રથ શહેર-જિલ્લામાં ફરીને મતદાન
કરવાની જાગૃતિ કેળવશે.
આ પ્રસંગે યુવાનો સાથે સંવાદ કરતાં તેમણે
યુવાનોની ભાષામાં જણાવ્યું કે, આકરા ઉનાળામાં કરવા જેવું સહુથી કુલ કામ
મતદાન છે. પ્રથમવારના મતદાતાઓને મતાધિકાર મેળવવા માટે અભિનંદન આપતાં જણાવ્યું કે, મત આપીને તેનો રોમાંચ અવશ્ય અનુભવજો. તેમણે જણાવ્યું કે, મારા એક મતથી શું થશે? એવું વિચારીને મતદાન ન કરવું એ મોટી ભૂલ
છે.
ભારતના ચૂંટણી પંચે મતદારો જાગૃત બને અને મતદાનની
ટકાવારી વધે,પ્રત્યેક વ્યક્તિ માતાધિકારનો ઉપયોગ કરે
એવા પ્રોત્સાહક વાતાવરણ ના સર્જન માટે મતદાર શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમ sveep અમલમાં મુક્યો છે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રએ આ કાર્યક્રમ હેઠળ અનેકવિધ
નવીન અને પહેલરૂપ આયોજનો મતદાર જાગૃતિ માટે કર્યા છે.
આજે ઈન્ડિગો એરલાઇન્સ અને એસઆરએફ ફાઉન્ડેશનના
સહયોગથી મતદાન જાગૃતિનો એક વધુ અભિનવ આયામ સાકાર કરાયો છે.આ આયામ છે વિવિધ
વિસ્તારોમાં ફરીને મતદારોને મતદાનની તારીખ સહિત વિવિધ બાબતોની સચોટ જાણકારી આપવા
અને મત આપવા પ્રોત્સાહિત કરવા માટે વોટોત્સવ વડોદરા એક્સપ્રેસ-મતદાન જાગૃતિ પ્રચાર
રથને ફરતો મુકવાનો ઈન્ડિગો એરલાઇન્સની એર શટલ તરીકે ઓળખાતી મોટી બસને વોટોત્સવ
એક્સપ્રેસના રૂપમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે આજે પ્રસ્થાન
કરાવ્યું હતું. તેમણે મતદાન જાગૃતિમાં આવો ઉમદા સહયોગ આપીને સંસદીય લોકશાહીને
મજબૂત કરવામાં યોગદાન આપવા માટે ઇન્ડિગોને બિરદાવી હતી.
આ વાહન ભારતના ચૂંટણી પંચના પ્રતીકો,મતદાન પ્રોત્સાહક પોસ્ટર્સ જેવી સામગ્રી થી સજાવવામાં
આવ્યું છે અને દ્રશ્ય -શ્રાવ્ય પ્રચારની પણ તેમાં સુવિધા છે. ખાસ કરીને સ્વિપ સાથે
જોડાયેલ વિદ્યાર્થી સ્વયં સેવકો અને કેમ્પસ એમ્બેસેડર્સ આ વાનમાં પ્રવાસ કરીને
રેપસોંગ, જિંગલ્સ, જીવંત અભિનય, સંવાદો દ્વારા લોકોને મતદાનની અગત્યતા સમજાવશે.આ વેન
વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને મતદાનની તારીખ અને મતદાન કરવાની ફરજની સતત યાદ
અપાવશે
0 comments: