વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ રીક્ષાઓ પર સ્ટીકર લગાવીને મતદાન સંદેશ અભિયાનનો પ્રારંભ કરાવ્યો
શહેરી રીક્ષાઓમાં લગાવેલા સ્ટીકર્સ પ્રવાસીઓને સતત મતદાનની
તારીખ અને સમયની યાદ અપાવશે
શહેર પોલીસના સહયોગથી મતદાન જાગૃતિની નવી પહેલ*
મત આપીને લોકશાહીનો ઉત્સવ ઉજવો : રીક્ષા ચાલક દીપક પંચાલનો સંદેશ
વડોદરા - શહેરી
વિસ્તારમાં પરિવહનનું સહુથી સરળ, સુલભ અને ચોવીસે કલાક ઉપલબ્ધ માધ્યમ રીક્ષા છે.
અદના આદમીની આ સવારીને શહેર પોલીસ તંત્રની મદદથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન
જાગૃતિનું માધ્યમ બનાવવાની પહેલ, રીક્ષાચાલકોના વિવિધ મંડળોના પ્રોત્સાહક સહયોગથી
કરી છે. તેના ભાગરૂપે હાથ ધરાયેલા સ્ટીકર અભિયાનના પગલે પ્રવાસીઓને મતદાનની
તા.૨૩/૦૪/૨૦૧૯ અને સમય ૦૭:૦૦ થી સાંજના ૦૬:૦૦ કલાકની સતત યાદ તાજી થશે.
તેના અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી
શ્રીમતી શાલિની અગ્રવાલે શહેરી રીક્ષાઓ પર મતદાનની તારીખ-સમયનો સંદેશ આપતા
સ્ટીકર્સ લગાવીને મતદાન સંદેશના ચલિત અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે
ટ્રાફિક વિભાગના મદદનીશ પોલીસ કમિશનર અમિતા વાનાણી, પોલીસ અધિકારીઓ તેમજ વિવિધ
રીક્ષાચાલકનું મંડળોના પદાધિકારીઓ આ અભિયાનમાં જોડાયા હતા. તેના ભાગરૂપે ૧૦ હજાર
જેટલી શહેરી રીક્ષાઓના બેક પોર્શનમાં મતદાન કરવાનો ચિત્ર સંદેશ આપતા રસપ્રદ અને
પ્રેરણાદાયક સ્ટીકર્સ લગાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અભિયાનમાં રીક્ષાચાલકોએ
ખૂબ જ પ્રોત્સાહક સહયોગ આપ્યો છે અને મતદાન અવશ્ય કરવાના શપથ લીધા તેમણે અચૂક
મતદાનના શપથ લેવડાવ્યા હતા. સ્વીપના સંકલન અધિકારી ડૉ.સુધીર જોશીએ સહુને મતદાનના
મહત્વની જાણકારી આપી હતી.
રીક્ષાચાલક ભાઇઓ મતદાન જાગૃતિના આ
અભિયાનમાં જે ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાયા છે એ ખૂબ જ પ્રોત્સાહક છે અને હું તેમના
મંડળો, શહેર પોલીસના અધિકારીઓ અને રીક્ષાચાલકોની સમર્પિતતા અને સહયોગને બિરદાવું
છું એવી લાગણી વ્યક્ત કરતાં શ્રીમતી અગ્રવાલે જણાવ્યું કે મતદાન વધારવામાં સહુથી
અગત્યની બાબત લોકજાગૃતિ અને સમાજના વિવિધ વર્ગોનો સહયોગ છે. આપ સહુના સહયોગથી
મતદાન વધારવામાં સફળતા મળશે એવો મને વિશ્વાસ છે. તેમણે મતદાનના દિવસે રીકશા ચાલકો
વૃધ્ધ મતદાતાઓ સગર્ભા મહિલાઓને મતદાન મથક સુધી લાવવા લઇ જવાની સ્વૈચ્છીક સેવાઓ આપે
એવો અનુરોધ કર્યો હતો.
રીક્ષા ચાલક દીપકભાઇ પંચાલ અને અલીહુસેન વ્હોરાએ
સહુને સંદેશ આપતાં જણાવ્યું કે જે રીતે આપણે દર વર્ષે, આપણા ધર્મના નવા વર્ષના
તહેવારરૂપે ઉજવણી કરીએ છે એ રીતે જ એક ઉત્સવ ગણીને મતદાન કરવું જરૂરી છે. આ પાંચ
વર્ષે આવતો ઉત્સવ છે અને એટલા જ ઉમંગથી વધાવીને મતદાન કરીએ.
0 comments: