વડોદરાના આચાર્યા પ્રતિષ્ઠિત અવંતિકા ડો.એ.પી.જે.અબ્દુલ કલામ
એવોર્ડથી સન્માનિત
શ્રીમતી સબીતા રોયે પરિશ્રમ અને સમર્પણથી કરેલી શિક્ષણ સેવાઓની કદર
કરાઇ
તેમણે એરફોર્સની અને શહેરની નામાંકિત શાળાઓમાં શિક્ષણ સેવાઓ આપી છે
વડોદરા : સમકાલીન કલાકારો અને બૌધ્ધિકોના સંગઠન અવંતિકા દ્વારા
વડોદરાના આચાર્યાનું પ્રતિષ્ઠિત અવંતિકા ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ એવોર્ડ-૨૦૧૯થી
સન્માનિત કર્યા છે. તાજેતરમાં સૌરાષ્ટ્રના મોરબીની યુનિક સ્કુલ ખાતે યોજાયેલા
કાર્યક્રમમાં શહેરની બેસીલ સ્કુલ, તાંદલકાના આચાર્યા શ્રીમતી સબીતા રોયને આ એવોર્ડ
અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રીમતી રોયે છેલ્લા ૨૦ વર્ષોથી ભારતીય વાયુદળની વિવિધ
શાળાઓમાં અને વડોદરામાં સ્થાયી થયા પછી શહેરની ત્રણ નામાંકિત શાળાઓમાં શિક્ષણ
સેવાઓ આપી છે અને ખંત તથા પરિશ્રમથી ઉજ્જવળ શૈક્ષણિક પરિણામો મેળવ્યા છે. તેની
કદરરૂપે તેમને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેઓ એમસીસી, બીએડ, એમએડ અને
ડિપ્લોમા ઇન સ્કુલ મેનેજમેંટ જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો ધરાવે છે. અવંતિકા દર
વર્ષે શિક્ષણના ક્ષેત્રમાં અને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં નિ:સ્વાર્થ સેવામાં
પ્રદાન કરનારાઓને સન્માનિત કરે છે. આ પ્રકારનો શિક્ષક સન્માન સમારોહ સૌરાષ્ટ્રમાં
પ્રથમવાર યોજાયો છે.
0 comments: