કડી તાલુકાના વસવા ગામે શિક્ષિકાને પતિ દ્વારા ધમકી મળતા પોલીસ ફરિયાદ ......
શિક્ષિકાને છૂટાછેડા આપ્યા વગર અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા નો શિક્ષિકાનો આક્ષેપ
મહેસાણાના કડી તાલુકાના એક ગામની શિક્ષિકાએ તેમાં પતિ સાસુ-સસરા અને અન્ય એક મહિલા વિરુધ્ધ જાનથી મારી નાંખવાની ધમકી આપવા મામલે પોલીસ સ્ટેસનમાં ફરિયાદ દાખલ કરાવી હતી, આ ઉપરાંત શિક્ષિકાએ તેના પર આક્ષેપો કર્યા હતા કે, છૂટાછેડા આપ્યા વગર પતિએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કડી તાલુકાના વસવા ગામમાં આવેલી પી. એચ. વિદ્યામંદિર શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ધર્મિષ્ઠાબેનના લગ્ન 1997માં મહેસાણાના ઘોઘંબા તાલુકાના કણબીપલી ગામના હરીશ પટેલ નામના યુવક સાથે થયા હતા. લગ્ન કર્યાના થોડા દિવસ સુધી તેને સાસુ સસરા અને પતિ ધમિષ્ઠાબેનનું ધ્યાન રાખતા હતા. પરંતુ ત્યારબાદ સાસરિયાઓ નાની નાની વાતમાં ધર્મિષ્ઠાબેન સાથે લડાઈ ઝઘડો કરતા હતા અને ધર્મિષ્ઠા બહેનને માર મારતા હતા. લગ્નના 15 વર્ષ થયા પછી પણ સાસરિયાનો ત્રાસ યથાવત રહ્યો હતો. ધર્મિષ્ઠાબેનને બે પુત્રની માતા થયા છતાં પણ સાસરિયા પક્ષ દ્વારા દહેજ માટે એક લાખ રૂપિયાની માંગણી કરીને ધર્મિષ્ઠાબેનને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. સાસરીયાના ત્રાસથી કંટાળીને ધર્મિષ્ઠાબેન તેનમાં પિયર નાનીકડી ગામે રહેવા ચાલ્યા આવ્યા હતા.
ધર્મિષ્ઠાબેન જ્યારે પિયર હતા ત્યારે તેમના પતિ હરીશ પટેલ એક મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. અ આ વાતની જાણ ધર્મિષ્ઠાબેનને થતા તેઓએ પતિને આ બાબતે ઠપકો આપતા સાસુ-સસરા અને પતિ હરીશ નાનીકડી ગામમાં ધર્મિષ્ઠાબેનના ઘરે આવ્યા હતા અને ધર્મિષ્ઠાબેનને સાથે ઝઘડો કરીને તેને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ શિક્ષિકા ધર્મિષ્ઠાબેને સમગ્ર ઘટનાને લઇ કડી પોલીસ સ્ટેશનમાં સાસુ-સસરા પતિ અને અન્ય એક સ્ત્રી પર જાનથી મારી નાંખવાની ધમકી આપવા મામલે ફરિયાદ નોંધાવી હતી. તેમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે તેમના પતિએ છુટા છેડા આપ્યા વગર અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લીધા છે.

0 comments: