લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯
નર્મદા જિલ્લામાં પરવાનેદાર હથિયારધારકોને
હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપ્યા
બાદના બાકી
હથિયારો સત્વરે જમાં લેવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આઇ.કે. પટેલની સૂચના
જિલ્લામાં પરવાનેદાર ૪૧૫
હથિયાર ધારકો પૈકી ૨૩૫ ના હથિયારો જમા લેવાયા
ચૂંટણીલક્ષી કામગીરી સબબના પ્રિવેન્ટીવ એક્શન
નિવારક-
અટકાયતી પગલાની કામગીરી
ઝડપી આગળ ધપાવવા હિમાયત
આદર્શ આચાર સંહિતાના
ચુસ્ત અમલીકરણ સાથે ચૂંટણીઓ દરમિયાન જાહેર-સુલેહ- શાંતિ-કાયદો વ્યવસ્થાની
પરિસ્થિતિ જાળવવા સંદર્ભે જિલ્લા પોલીસતંત્ર સાથે યોજેલી બેઠકમાં માર્ગદર્શન
પુરૂ પાડતાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલ
રાજપીપળા– શનિવાર :- ભારતનાં ચૂંટણીપંચ દ્વારા
આગામી તા.૨૩/૦૪/૨૦૧૯ ના રોજ નર્મદા જિલ્લાના લોકસભા મતદાર વિભાગોમાં એટલે કે
દેડીયાપાડા અને નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારી લોકસભા ચૂંટણીઓ દરમિયાન
નર્મદા જિલ્લામાં જાહેર સુલેહ, શાંતિ-સલામતિ-કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આઇ.કે. પટેલે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા
પોલીસ વિભાગનાં ઉચ્ચાધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને ઉક્ત બાબતે જરૂરી માર્ગદર્શન
પુરૂં પાડ્યું હતું.
જિલ્લા
પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, નિવાસી અધિક કલેક્ટરશ્રી અને અધિક જિલ્લા
મેજીસ્ટ્રેટશ્રી એચ.કે. વ્યાસ, સબ ડીવીઝીનલ મેજીસ્ટ્રેટશ્રી કે.ડી. ભગત, તમામ
માલતદારશ્રીઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી ગીતાંજલી દેવમણી, નાયબ જિલ્લા
પોલીસ અધિક્ષક સર્વ શ્રી અચલ ત્યાગી, શ્રી રાજેશ પરમાર અને શ્રીમતી સી.એન.ચૌધરી
સહિત જિલ્લાના તમામ પોલીસ ઇન્સપેક્ટરશ્રીઓ, તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ
ઇન્સપેક્ટરશ્રીઓ સહિત પોલીસ વિભાગનાં સંબંધિત પોલીસ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં
યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલે ભારતનાં
ચૂંટણીપંચની આદર્શ આચાર સંહિતાનાં અમલ સાથે લોકસભાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં
સંપન્ન થાય તે માટે સંબંધિતોને સોંપાયેલી જે તે જવાબદારીઓ સુપેરે પાર પડે તે માટે
ખાસ કાળજી રાખવા ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો.
આ
બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલે જિલ્લામાં
પરવાનેદાર હથિયારધારકોને હથિયાર જમા કરાવામાંથી મુક્તિ આપ્યા બાદ બાકી રહેતાં
પરવાનેદારોના હથિયારો સત્વરે જમાં લેવા પોલીસતંત્રને સુચના આપી હતી. જિલ્લામાં જમા
લેવા પાત્ર ૪૧૫ હથિયારો પૈકી ૨૩૫ જેટલાં હથિયારો જમા લીધા હોવાની જાણકારી પણ આ
બેઠકમાં અપાઇ હતી. જિલ્લામાં પ્રિવેન્ટી એક્શન એટલે કે અટકાયતી-નિવારક પગલાંની
કાર્યવાહી ઝડપથી આગળ ધપાવવા, નર્મદા જિલ્લો સરહદી વિસ્તારમાં હોવાથી સીમાવર્તી
રાજ્યોનાં પોલીસતંત્ર સાથે ચૂંટણીલક્ષી આચારસંહિતાની કામગીરી સબબ પરામર્શ બેઠક
યોજીને જે તે બાબતો અંગે પરસ્પર ચર્ચા કરી તેના યોગ્ય ઉકેલ-નિકાલ માટે પણ તેમને
સૂચના આપી હતી. તદ્ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરી સબબ પોલીસ વિભાગનાં સંબંધિત તમામ
અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ જવાનોને ચૂંટણીલક્ષી જરૂરી તાલીમ પુરી પાડવા પણ જિલ્લા
પોલીસતંત્રને તેમને જરૂરી સૂચના આપી હતી.
0 comments: