Sunday, 17 March 2019

ડાકોર ફાગણી પૂનમની તૈયારી અંગે કલેકટરશ્રી સુધીર પટેલની અધ્‍યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

SHARE
ડાકોર ફાગણી પૂનમની તૈયારી અંગે
કલેકટરશ્રી સુધીર પટેલની અધ્‍યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ


ડાકોરના અગ્રણીઓ સમીક્ષા બેઠકમાં ઉપસ્‍થિત રહ્યા
નડિયાદ-શનિવારઃ- ખેડા જિલ્‍લાના સુપ્રસિધ્‍ધ યાત્રાધામ રણછોડરાયજી મંદિર ડાકોર ખાતે તા.૧૯-૨૦/૦૩/૨૦૧૯ ના રોજ ફાગણી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. ડાકોર ખાતે કલેકટરશ્રી સુધીર પટેલના અધ્‍યક્ષસ્‍થાને અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. કલેકટરશ્રીએ મેળા દરમ્‍યાન વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરીની સમીક્ષા કરી હતી.
        કલેકટરશ્રીએ મેળા દરમ્‍યાન ડાકોરમાં સ્‍વચ્‍છતા જળવાઇ રહે તે માટે ડાકોર નગરપાલિકાને રાઉન્‍ડ ધી ક્લોક સફાઇ અભિયાન હાથ ધરવા જણાવ્‍યું હતું. કલેકટરશ્રીએ પદયાત્રીઓ માટે પીવાના પાણી, આરોગ્‍ય સેવાઓ, જરૂરી ટોયલેટ તથા પદયાત્રીના માર્ગ ઉપર વિસામો, કાયદો અને વ્‍યવસ્‍થા, પાર્કીંગ જેવી વ્‍યવસ્‍થાઓ સુચારૂ રીતે ઉભી કરવા જણાવ્‍યું હતું. મહેમદાવાદથી આવતા પદયાત્રીઓ માટે જરૂરી વ્‍યવસ્‍થા કરવા પણ તેમણે જણાવ્‍યું હતું. કલેકટરશ્રીએ પદયાત્રીઓના કેમ્‍પની આસપાસ સફાઇ તથા સ્‍વચ્‍છતા જળવાઇ રહે તે માટે પદયાત્રાના રૂટો ઉપર સ્‍વૈચ્‍છિક સેવાભાવી સંસ્‍થાઓના સહયોગથી સ્‍વચ્‍છતા જાળવવા તેમજ મેળો પૂર્ણ થયા બાદ પદયાત્રાના તમામ રૂટોની સફાઇ કરવા માટે સબંધીત તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી.
        કલેકટરશ્રીએ પદયાત્રાના રૂટો ઉપર નડતરરૂપ ઝાડોનું સ્‍ટીમીંગ કરવા વન વિભાગને સૂચના આપી હતી. મેળા દરમ્‍યાન એસ.ટી વિભાગ દ્વારા ૩૯૦ બસો ફાળવવામાં આવી છે. ડાકોરમાં ભવન્‍સ કોલેજ, ગુર્જરી નાકા તથા નગરપાલિકા ખાતે મુખ્‍ય પાર્કીંગ સ્‍થળો રહેશે.
જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી દિવ્‍ય મિશ્રએ ફાગણી પૂનમ મેળા નિમિત્તે કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે ગોઠવવામાં આવેલ પોલીસ બંદોબસ્‍તની વિગતો આપી હતી. પોલીસ દ્વારા ડાકોરમાં મુખ્‍ય ૦૮ (આઠ) પોઇન્‍ટ ઉભા કરવામાં આવ્‍યા હોવાનું જણાવી, દર્શનાર્થીઓને મંદિરમાં દર્શન માટે સુવિધા રહે તે માટે ૪૩ આડબંધ ઉભા કરવામાં આવ્‍યા છે.
        આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખશ્રી, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી, નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા, પ્રાંત અધિકારીશ્રી અર્પીત સાગર, ચીફ ઓફિસરશ્રી  સહીત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા
SHARE

Author: verified_user

0 comments: