Friday, 15 March 2019

મહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષીક સન્માન સમારોહ યોજાયો

SHARE
મહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષીક સન્માન સમારોહ યોજાયો
જિલ્લા કક્ષાએ રમેશભાઇ પંડ્યા અને મનીષાબેન શાહને શ્રેષ્ઠ શિક્ષક તરીકે બહુમાન કરાયું
સમાજનું ઘડતર શિક્ષકોના હાથમાં છે, પુરાણકાળથી ગુરૂજનો સમાજમાં ઉચ્ચ આસને બીરાજે છે ત્યારે શિક્ષણને ઉન્નતીના માર્ગે લઇ જવા અપીલ કરતા
-અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેનશ્રી રાજેશભાઇ પાઠક
લુણાવાડાઃ-
મહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેનશ્રી રાજેશભાઇ પાઠકની અધ્યક્ષતામાં લુણાવાડા નગરપાલીકા હોલ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે ચેરમેનશ્રીએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે બહુમાન મેળવનાર શિક્ષકોને શુભેચ્છા પાઠવતાં પુર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ. સર્વપલ્લી રાધાક્રૃષ્નને શિક્ષકોને બહુમાનના હકદાર ગણાવી તેમના જન્મ દિવસને સમગ્ર રાષ્ટ્રમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. શિક્ષકો પ્રત્યેની માન સન્માનની ઉમદા ભાવના ચિરકાળ સુધી જીવંત રહે તેવી શ્રી ડૉ.રાધાક્રૃષ્ણનની શિક્ષણ સમર્પિત ભાવને વર્ણવ્યો હતો. તેમણે વધુમાં શિક્ષણને ઉન્નતીના માર્ગે લઇ જવા અપીલ કરતા જણાવ્યું હતુ કે, સમાજનું ઘડતર શિક્ષકોના હાથમાં છે, પુરાણકાળથી ગુરૂજનો સમાજમાં ઉચ્ચ આસને બીરાજે છે.
સમારોહના પ્રારંભમાં લુણાવાડાની કન્યાશાળાની બાલીકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય બાદ શરુ થયેલા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વાય.એચ.પટેલે મહાનુભાવોને આવકાર્યા હતા.
પ્રાસંગીક ઉદબોધનમાં ધારાસભ્યશ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લા કલેક્ટરશ્રી વિજયસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેનશ્રી દશરથસિંહ બારીયાએ ગુરૂજનોના મહીમાને વર્ણવતા જીવનના કોઇપણ ક્ષેત્રમાં ગુરૂજી વગર જ્ઞાનની પ્રાપ્તી થતી નથી પુર્વ રાષ્ટ્રપતિશ્રી ડૉ. સર્વપલ્લી રાધાક્રૃષ્ણનના જન્મ દિવસને ગુરૂને સન્માનવાનો દિવસ એટલે કે શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. તેમણે તેમનો જન્મ દિવસ સમગ્ર રાષ્ટ્રના શિક્ષકોને સમર્પીત કરી દેશના ખુણે ખુણે સમાજમાં જ્ઞાનનું અજવાળુ ફેલાવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. શિક્ષકદિને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો તરીકે પંસદગી પામનાર શિક્ષકોશ્રી રમેશકુમાર દેવશંકર પંડ્યા અને શ્રી મનિષાબેન પી શાહનું પુષ્પ ગુચ્છ, સન્માન પત્ર, પારિતોષીકના ચેક અને શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું. શ્રેષ્ઠ શિક્ષકશ્રી રમેશભાઇ પંડ્યાની "ચાલો ઝડપથી વાંચતા શિખીએ વાંચન માળા" પુસ્તકનુ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક મિશન વિદ્યામાં શાળા કક્ષાએ અત્યત ઉપયોગી હોઇ તેનું જિલ્લા ભરના શિક્ષકોને આ પ્રસંગે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ખાંટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખશ્રસ ભાર્ગવભાઇ પટેલ, શિક્ષણ બોર્ડ સદસ્યશ્રીઆર.ડી.પટેલ, સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઇઓ બહેનોની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાની નાયકા ફળીયા પ્રા.શાળાનાશ્રી રમેશકુમાર ડી. પંડ્યા અને સંતરામપુર તાલુકાની પાદરી ફળીયા પ્રા.શાળાનાશ્રી મનીષાબેન શાહને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયો હતો. કાર્યક્રમના અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે.એન.જાની દ્વારા આભારદર્શન કરવામાં આવ્યું હતું.
SHARE

Author: verified_user

0 comments: