અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પી.જી. મહેતા હાઇસ્કૂલ ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવશે.
મોડાસાઃ- અગામી અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પી.જી. મહેતા હાઇસ્કૂલ ખાતે પંદરમી ઓગષ્ટ રાષ્ટ્રીય પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લાના કલેકટરશ્રી એમ નાગરાજનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવનાર છે આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા આગોતરી તૈયારી માટે કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટકશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક અમલીકરણ અધિકારીઓ સાથે યોજવામાં આવી હતી. આ બેઠકમાં ધ્વજવંદનના સ્થળે મંડપ/ બેઠક વ્યવસ્થા મેદાનમાં પરેડ માટેની પુરતી જગ્યા, પ્રેસ
મિડીયા કર્મીઓ માટે બેઠકની વ્યવસ્થા, વૃક્ષારોપણ માટેની જગ્યા તથા સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં રોશની લાઇટીંગ સુશોભન અંગેની સર્ચા વિચારણા કરવામાં આવી હતી આ રાષ્ટ્રીય પર્વમાં શાળા/ કોલેજના બાળકો નગરજનો બહોળી સંખ્યામાં ભાગ લે તેવી વ્યવસ્થા કરી પર્વ અનોખી રીતે ઉજવવા જિલ્લાના અધિકારીઓને કલેકટરશ્રીએ સૂચન કર્યુ હતુ આ કાર્યક્રમમાં રાષ્ટ્રીયકક્ષાએ તેમજ જિલ્લાકક્ષાએ પ્રથમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવનાર છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષીત ગોસાવી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ, પ્રાંત અધિકારી બાયડ અને મોડાસા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા

0 comments: