જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી શાલિની અગ્રવાલે પોલીસ કમિશનરશ્રી
સાથે
સ્ટ્રોંગ રૂમ-મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી
વડોદરા તા. ૧૬ માર્ચ, ૨૦૧૯ (શનિવાર) જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી શાલિની
અગ્રવાલે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે EVM-VVPAT સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. તેમણે
શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહજી ગહલૌત સાથે પોલિટેકનિક સ્થિત મતગણતરી કેન્દ્રની
પણ સ્થળતપાસ કરી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયેની કામગીરી માટે તેમણે વડોદરા
જિલ્લામાં મુક્ત, ન્યાયી અને આદર્શ આચારસંહિતાનું યોગ્ય અમલીકરણ થાય તે અંગેની
ખાતરી મેળવી હતી. તેમણે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર છાણી અને પ્રતાપનગર પોલીસ
ગેડક્વાર્ટરની પણ મુલાકાત લઇ કાયદો અને વ્યવસ્થા સંબંધિત વિગતો મેળવી હતી. આ તકે
પોલિસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગેહલોત અને જિલ્લા પોલીસ વડા શ્રી દુગ્ગલ સહિત ચૂંટણી
ફરજ પરના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0 comments: