વઘાસી
પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મતદાનજાગૃતિ રેલી યોજાઇ
આણંદ – શનિવાર - આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯નું
મતદાન તા.
૨૩-૪-૨૦૧૯ તેમજ મત ગણતરી તા.૨૩/૦૫/૨૦૧૯ના રોજ યોજાનાર છે. તેને અનુલક્ષીને આણંદ
જિલ્લાની વઘાસી પ્રાથમિક શાળાના બાળકો
દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં બાળકો દ્વારા વિવિધ બેનરો
તેમજ તેના પર મતદાન જાગૃતિ અંગેના સુત્રો લખીને તેમજ ઢોલ નગાળા વગાડીને મતદાતાઓને
મતદાન જાગૃતિ અંગે પ્રેરવામાં આવ્યા હતા.
સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક
અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ કે ૧૬ આણંદ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ પ્રાથમિક
શાળાઓમાં તારીખ ૧૧-૩-૨૦૧૯ થી તારીખ ૧૬-૩-૨૦૧૯ દરમિયાન પ્રભાતફેરી , સ્લોગન સ્પર્ધા તેમજ વકૃત્તવ સ્પર્ધા યોજવામાં આવી હતી



0 comments: