Tuesday, 26 March 2019

ગુજરાતી સીનીયર ફ્રેન્ડઝ સર્કલ ' (GSFC) દ્વારા હો-ધુળેટી ની ઉજવણી

SHARE
ગુજરાતી સીનીયર ફ્રેન્ડઝ સર્કલ ' (GSFC) દ્વારા હો-ધુળેટી ની ઉજવણી

  લોસ એન્જલસ વિસ્તારની પ્રસિધ્ધ અને સીનીયરોની માનીતી સીનીયર સીટીઝન સંસ્થા ' ગુજરાતી સીનીયર ફ્રેન્ડઝ સર્કલ ( GSFC ) ના ઉપક્રમે ઓરેન્જ કાઉન્ટીના સૅન ક્લેમેન્ટી શહેર ખાતે આવેલ બીચ ઉપર ધુળેટી ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી...ક્લેમેન્ટી શહેર તેના દરિયા કિનારા,હીલ્સ તથા પર્વતીય દ્રશ્યો માટે મશહૂર છે. રેલ્વેની મેટ્રોલિન્ક છેક બીચ સુધી પેસિફિક સાગરના કિનારે જાય છે.
        તા ૨૩ માર્ચના શનિવારના રોજ ઑરેન્જ કાઉન્ટીના ફુલાર્ટન,એનાહેઇમ,ઓરેન્જ,ટ્રસ્ટીન તથા અર્વાઈન સ્ટેશનો થી સારી એવી સંખ્યામાં વરીષ્ઠ સભ્યો મેટ્રોલિન્ક ટ્રેનમાં સવાર થયા હતા....
       પેસિફિક સમુદ્ર કિનારે દોડતી ટ્રેન ની સવારી રોમાંચક હતી.
           સૌ મિત્રો સૅન ક્લેમેન્ટી બીચ ખાતે ટ્રેનમાંથી ઉતર્યા બાદ કેમ્પની જમાવટ કરી હતી અને એક્બીજાને અબીલ-ગુલાલથી તિલક કરી ધુળેટી ની રંગત માણી હતી તથા અમુક સભ્યો એ સમુદ્રના અતિ ઠંડા પાણીમાં ઉભા રહીને સમુદ્રના મોજા ની મઝા માણી હતી.. ત્યાર બાદ જુની ફિલ્મોના પ્રસિધ્ધ હોળી ગીતો ની રમઝટ સાથે ઝુમીને અમુક સીનીયરોએ મઝા માણી હતી.. તેમજ અનેકવિધ રમતો ની મઝા માણી હતી....
       ત્યાર બાદ સૌ સમુહમાં અનેરા છપ્પન ભોગી લંચ માણવા બેઠા હતા. સભ્યો  અનેક પ્રકારની વાનગી જેવીકે ' સુગર ફ્રી શ્રીખંડ,રેગ્યુલર શ્રીખંડ,રસગુલ્લા,બોમ્બે હલવો,વિવિધ કેન્ડીઓ,ધાણી-ચણા,ખજુર,થેપલા,ઢેબરાં,ફરસીપુરી,રોટલી,દહીવડા,કાંદાવડાં,હાંડવો,પૂરી,કેરી નું અથાણુ,છુંદો,લીંબુનું અથાણુ,તથા અનેક વિધ ચટણીઓ મુખ્ય હતી....
         લંચ બાદ બીચ ઉપર લટાર માર્યા બાદ અત્રે મોટેલ ધરાવતા માનવંતા સભ્યશ્રી પ્રકાશભાઈ પંચોલી તથા શ્રીમતિ સ્મીતાબેન પંચોલી તરફથી ગરમા-ગરમ ચા-બીસ્કીટ સાથે સૌ સભ્યોનું સ્વાગત કરાયું હતું... ત્યાર બાદ તમામ સભ્યોને એક ટોકન ટિકિટ આપવામાં આવી હતી જેનો ઈનામી ડ્રો શ્રી પ્રકાશભાઈ પંચોલીના હસ્તે કરવામાં આવ્યો હતો.. તેમાં પ્રથમ અને દ્રિતીય વિજેતાને  ઈનામ માં ' રસોઈ કળા ' અંગેનું કિંમતી પુસ્તક આપવામાં આવ્યું હતું... 
          ત્યાર બાદ સૌ સભ્યો  પુનઃ ટ્રઈન દ્વારા Ocean Side શહેર સુધી ટ્રઈનમાં આગળ વધ્યા હતા અને સાંજના સૌ પરત ફર્યા હતા... આ કાર્યક્રમમાં અમુક સભ્યોએ નામ લખાવ્યા છતાં સંજોગોવસાત આવી શકેલ નહિ... ત્યારે પ્રખ્યાત કવિ પ્રિતમદાસ  ની કવિતાની સુંદર પંક્તિ યાદ આવી ગઈ  '' મહિ પડયા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને " યાદ આવી ગઇ...આવ્યા તેને અભિનંદન અને ના આવી શક્યા તેને પણ ધન્યવાદ.....
માહિતી:-ગુણવંતભાઈ પટેલ અને તસ્વિર:-કાન્તિભાઈ મિસ્ત્રી કેલિફોર્નિયા

SHARE

Author: verified_user

0 comments: