આણંદ લોકસભા બેઠક પર ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું
ભાજપે પોતાના શાસન દરમ્યાન વિકાસની સાથે સૌને સાથે રાખીને રાષ્ટ્રના વિકાસ માટે મહત્વનું યોગદાન આપ્યું છે-ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,મંત્રીશ્રી ,ગુજરાત રાજય
આણંદ,
કોંગ્રેસે જાતિવાદ, પ્રાંતવાદ, વંશવાદ અને પરીવારવાદને પોષવા સિવાય કંઈ કર્યું નથી. જયારે ભાજપે પોતાના શાસન દરમ્યાન વિકાસની સાથે સૌને સાથે રાખીને રાષ્ટ્રના વિકાસ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. સામાન્ય વ્યÂક્ત સુધી વિવિધ યોજનાઓ હેઠળ લાભો પહોંચાડીને છેલ્લા બે દાયકામાં લોકોને પગભર કરવાના પ્રયાસો કર્યા છે જેને કારણે આજે ઘણા કુટુંબો સુખી થયા છે. જયારે કોંગ્રેસ દર વખતે માત્ર વાતો કરે છે પરંતુ તે દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી તેની પાછળનું મુખ્ય કારણ પણ મહાગઠબંધન હોવાને કારણે નિર્ણય લઈ શકાતા નથી ત્યારે ભાજપ મક્કમતાથી કોઈપણ નિર્ણય લે છે તેમ આણંદ ખાતે યોજાયેલા વિજય સંકલ્પ સંમેલનમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
વધુમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગત લોકસભા કરતાં પણ આણંદ બેઠક જંગી મતોથી જીતવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. અને લોકો સુધી ભાજપે વિકાસના કામોની ગાથા પહોંચાડવા માટે ભાજપ કાર્યકરોને કામે લાગી જવા જણાવ્યું હતું. ઉમેદવાર જે કોઈ જાહેર થાય પણ દરેક કાર્યકરોએ સાથે મળીને આ બેઠક પુનઃ જીતાડવા માટેના પ્રયાસો કરવા તેઓએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મનસુખ માંડવીયાએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને આ બેઠક પર પુનઃ ભગવો લહેરાય તે માટે સૌએ સાથે મળીને કામ કરવા માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પેટલાદના માજી ધારાસભ્ય સી. ડી. પટેલે ભાજપ કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં રાજયના દરેક ગામડામાં પરાં વિસ્તાર સુધી રોડ રસ્તા સહિતના કામો કર્યા છે. ગટરની સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. તેમજ સામાન્ય પ્રજાને આરોગ્યલક્ષી સુવિધાઓ વિના મૂલ્યે મળી રહે તે માટે આયુષ્યમાન જેવી યોજનાઓ અમલમાં મૂકી છે જેનો લાભ સામાન્ય જનતાને મળી રહે છે અને સ્વચ્છતા અભિયાન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં શૌચાલય ન હતા તેવા ઘરોમાં શૌચાલયની સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ પ્રસંગે લોકસભા સીટના ઈન્ચાર્જ શબ્દશરણ બ્રહ્મભટ્ટ, જયદ્રથસિંહપરમાર , જિ.પં.ના પૂર્વ પ્રમુખ તથારાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયા, સાંસદ દીલીપભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ (સાથી) સહિતના કાર્યકરો ઉપÂસ્થત રહ્યા હતા.
આ સભામાં ૬૦થી વધુ એનસીપીના કાર્યકરો ભાજપમાં જોડાતાં ભાજપનો ભગવો ખેસ પહેરાવી તેઓને આવકાર્યા હતા.
by -કલ્પેશ પટેલ ,ચંદ્રકાન્ત યાદવ -આણંદ









0 comments: