Monday, 25 March 2019

સાળી સાથે આડા સંબંધ:પિતાના આડા સંબંધોમાં માસુમ બાળકની કરપીણ હત્યા

SHARE
  • સાળી સાથે આડા સંબંધ:પિતાના આડા સંબંધોમાં માસુમ બાળકની કરપીણ હત્યા 





હત્યાના બનાવથી માસીએ પતિ ખોયો, પિતાએ પુત્ર ગુમાવ્યો તો બે બહેનોના સંબંધોમાં કાયમી કડવાસ આવી ગઈ.....!!!!!!

મોરબી :આમ તો આડા સંબંધોનો અંત કરૂણ આવતો જ હોય છે પણ ક્યારેક મોટા લોકોએ કરેલ કર્મોની સજા માસુમને પણ મળી જતી હોય છે. કંઇક આવી જ પ્રતિતિ કરાવતો કિસ્સો મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં પિતાના આડા સંબંધોમાં માસુમ બાળકની કરપીણ હત્યા તેના જ માસા દ્વારા કરવામાં આવી છે. હાલ તો પોલીસે આરોપી માસાની અટકાયત કરી છે અને સમગ્ર મામલે ફોરેન્સિક ટીમ સહીતની મદદ લઇ ગુનાના દરેક પાસાના તાણાવાણા ઉકેલવા કવાયત આદરી છે.
મોરબીના વજેપર વિસ્તારમાં મામાના ઘરે રહેતો મૂળ પાનેલી ગામનો હિતેશ અશોકભાઈ ચાવડા નામનો ધોરણ પાંચનો માસુમ વિદ્યાર્થી ગઈ કાલે સાંજે નાસ્તો લેવા ગયા બાદ ગાયબ થઇ ગયો હતો અને મોડી રાત્રે માસુમ પુત્રના અપહરણની ફરિયાદ પણ હિતેશના પિતાએ નોંધવી હતી. જોકે આજે સજનપર-ઘૂનડા રોડ પરના સીમ વિસ્તારમાંથી સંપૂર્ણ સળગી ગયેલ લાશ મળી આવી હતી. અપહરણના સમગ્ર મામલામાં જેના પર સૌથી પહેલી શંકા હતી એવા મૃતક હિતેશના માસ હાર્દિકને પોલીસે સ્ટેશન લાવી આકરી પુછતાછ કરતા તેણે જ પોતાના ભાઈ વિજય ચાવડા સાથે મળીને હિતેશની હત્યા કર્યાની કબુલાત આપી છે. હાલમાં પોલીસની પુછતાછ ચાલુ છે અને ત્યાર બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.


આરોપી માસા હાર્દિકની પત્ની ને હિતેશના પિતા અશોકભાઈ સાથે આડા સંબંધ હતા. આ ઉપરાંત હાર્દિકની પત્નીને મૃતક હિતેશ પ્રત્યે વિશેષ લગાવ હતો. આથી હાર્દિકને મનમાં આ પિતા પુત્ર ખટકતા હતા અને આ આક્રોશમાં તેણે હિતેશને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. જે મુંજબ મૃતક હિતેશ ગઈ કાલે સાંજે નાસ્તો લેવા નીકળ્યો ત્યારે જ અગાઉના પ્લાન મુજબ માસા હાર્દિક પાછળ બાઈક લઇને ગયો હતો અને હિતેશને ચક્કર મારવા જઈએ એમ કહી ને સજનપર ઘુનડા ગામના સીમ વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં આગાઉથી હાજર હાર્દિકના ભાઈ વિજય અને હાર્દિકે મળી હિતેશનું ગળું દબાવી તેની કરપીણ હત્યા નીપજાવી હતી. બાદમાં લાશને સંપૂર્ણ રીતે સળગાવી દઈ પોતાના કુકર્મોના પુરાવા નાશ કરી નાખવાનો હીન પ્રયાસ કર્યો હતો. જોકે હાલમાં પોલીસે ફોરેન્સિક ટીમની પણ મદદ લીધી છે અને ગુનામાં આરોપી વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા બાદ તેની અને તેના ભાઈ વિજય ચાવડાની ધરપકડ કરવામાં આવશે.
આડા સંબંધોમાં લોહિયાળ અંતના બનાવો તો અનેક સામે આવે છે પણ આજે હવે એવો સમય આવ્યો છે કે આડા સંબંધોના ખેલ રચે મોટા અને તેના ભોગ બને માસુમ સંતાનો. આ કિસ્સામાં મૃતક ના પિતાએ પોતાની જ સાળી સાથે આડા સંબંધ બનાવ્યા અને પિતાના કુકર્મનો ભોગ બન્યો માસુમ પુત્ર હિતેશ. અને હત્યાના આ બનાવથી માસીએ પતિ ખોયો, પિતાએ પુત્ર ગુમાવ્યો તો બે બહેનોના સંબંધોમાં કાયમી કડવાસ આવી ગઈ. જો માત્ર શારીરિક સુખની લાલસામાં આટલું બધું નુકશાન હોય તો સારું છે કે સમજીને લોકો આવી હવસના પુજારી બનવાને બદલે પારિવારિક વ્યક્તિ બની ને રહે.
SHARE

Author: verified_user

0 comments: