લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯
મહિલા
મતદારોને જાગૃત્ત કરવા વિશેષ આયોજન કરતું વડોદરા જિલ્લા ચૂંટણીતંત્ર
પ્રથમવાર
મતદાન કરનાર મહિલા મતદાતાઓ માટે તા.૨૭મીએ ખાસ કાર્યક્રમ
વિવિધ
ક્ષેત્રની ખ્યાતનામ મહિલાઓ મતદાનનું મૂલ્ય સમજાવશે
વડોદરા ; જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને ચૂંટણી અન્વયે મતદાતા જાગૃત્તિ અભિયાન આયોજન અંગે
બેઠક યોજાઇ હતી. ખાસ કરીને મહિલાઓને મતદાન માટે જાગૃત્ત કરવા જિલ્લા ચૂંટણીતંત્ર
દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મહિલા મતદાન જાગૃત્તિ અભિયાનમાં
જુદાં-જુદાં ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓને જોડવામાં આવશે, જેમના દ્વારા મહિલા મતદાન જાગૃત્તિ રેલી-બાઇક રેલી સહિત કાર્યક્રમો યોજી
મતદાનનું મહત્વ સમજાવવામાં આવશે. મહિલા શિક્ષકો, નર્સ, આંત્રપ્રિન્યોર્સ, મહિલા ખેલાડીઓ અને વિદ્યાર્થીનિઓ મતદાન
જાગૃત્તિ કાર્યક્રમોમાં જોડાશે. ગ્રામ્ય-શહેરી વિસ્તારમાં ખાનગી અને સરકારી શાળાના
વિદ્યાર્થીનિઓ અને શિક્ષકો મહિલા મતદાન જાગૃત્તિના વિશેષ કાર્યક્રમો અંતર્ગત ખેતી
અને પશુપાલન સાથે સંકળાયેલ મહિલાઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. વધુમાં
વધુ મતદાન થાય તે માટે મહિલા સ્ટાર્સ પણ મતદાન માટે સંદેશ આપશે. મહિલા અને સિનિયર
સિટીઝન પ્લેયર્સ, આર્કિટેક્ટ, ઔદ્યોગિક સંસ્થાના
પ્રતિનિધિશ્રીઓ સહિત જુદાં-જુદાં ક્ષેત્રમાં ખ્યાતનામ વ્યક્તિઓ દ્વારા મહિલા
મતદાતાઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
જિલ્લા
ચૂંટણીતંત્ર દ્વારા તા.૨૭મીને બુધવારના રોજ ૩.૪૫ વાગ્યે એમ.એસ.યુનિવર્સિટીના દીપ
ઓડિટોરિયમ ખાતે મહિલા મતદાતા જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રથમવાર મતદાન કરનાર મહિલા મતદાતાઓને મતદાન અંગેનું સવિસ્તર માર્ગદર્શન-સમજ
આપવામાં આવશે.
બેઠકમાં
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ટીલાવત, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી સુધીર જોષી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પરમાર, શ્રી મયંક ત્રિવેદી, વિવિધ ક્ષેત્રની સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ અને રમતગમત
સાથે સંકળાયેલા સિનિયર કોચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
0 comments: