લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલના
હસ્તે EVM મશીન (BU-CU) અને VVPAT ની પ્રથમ
રેન્ડમાઇઝેશન દ્વારા વિધાનસભા વિસ્તાર મુજબ કરાયેલી ફાળવણી
રાજપીપળા - ભારતના
ચૂંટણીપંચ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણીનાં જાહેર થયેલ કાર્યક્રમ મુજબ તા.૨૩
એપ્રિલ, ૨૦૧૯ ના રોજ નર્મદા જિલ્લામાં ૨૧- છોટાઉદેપુર (અ.જ.જા) લોકસભા મતવિભાગ અને
૨૨- ભરૂચ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ જિલ્લાનાં અનુક્રમે નાંદોદ અને દેડીયાપાડા
વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારા મતદાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી
આઇ.કે. પટેલના હસ્તે આજે બપોરે વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં
પ્રથમ રેન્ડમાઇઝેશન દ્વારા વિધાનસભા મતવિસ્તાર મુજબ EVM (બેલેટ યુનિટ-કંટ્રોલ યૂનિટ) મશીન અને VVPAT ની ફાળવણી કરવામાં આવી હતી.
રાજપીપલા કલેક્ટરાલયનાં વિડીયો કોન્ફરન્સ
હોલ ખાતે આજે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એ.આઇ. હળપતિ, દેડીયાપાડા વિધાનસભા
મતવિસ્તારનાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી આર.એસ. દેસાઇ અને નાંદોદ વિધાનસભા
મતવિસ્તારનાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી કે.ડી. ભગત સહિત વિવિધ રાજકીય પક્ષોના
હોદ્દેદારશ્રીઓની ઉપસ્થિતિમાં હાથ ધરાયેલી પ્રથમ રેન્ડમાઇઝેશનની કામગીરીમાં નાંદોદ
વિધાનસભા મતવિસ્તારના ૩૧૨ મતદાન મથકોના મતદાન માટે- ૩૧૨BU અને અનામત- ૩૫ સહિત કુલ- ૩૪૭-BU અને મતદાન માટે ૩૪૭-CU અને ૩૫-અનામત સહિત કુલ- ૩૪૭-CU તેમજ મતદાન માટે ૩૧૨ VVPAT અને ૬૯-અનામત VVPAT સહિત કુલ- ૩૮૧-VVPAT ની ફાળવણી કરવામાં આવી છે. તેવી જ રીતે દેડીયાપાડા
વિધાનસભા મતવિસ્તારનાં માટે પણ ૩૧૪ મતદાન મથકોના મતદાન માટે-૩૧૪-BU અને અનામત- ૩૫ સહિત કુલ- ૩૪૯-BU અને મતદાન માટે ૩૧૪-CU અને ૩૫- અનામત CU સહિત કુલ-
૩૪૯-CU ની જ્યારે મતદાન માટે ૩૧૪ VVPAT અને ૭૦-અનામત VVPAT સહિત કુલ- ૩૮૪-VVPAT ની ફાળવણી કરવામાં આવી છે.
આમ, નર્મદા જિલ્લા પાસે ઉપલબ્ધ ૯૧૮-BU, ૬૯૮-CU અને ૭૬૭-VVPAT પૈકી પથમ રેન્ડમાઇઝેશન દ્વારા આજે કુલ- ૬૯૬-BU, ૬૯૬-CU અને ૭૬૫-VVPAT કરાયેલી ફાળવણી બાદ હવે જિલ્લા ચૂંટણીતંત્ર પાસે
હાલમાં ૨૨૨-BU, ૨-CU અને
૨-VVPAT ઉપલબ્ધ રહ્યાં છે
0 comments: