Thursday, 28 March 2019

મતદાન મથક ખાતે ચૂંટણીલક્ષી ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓને પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર-પોલ, EVM-VVPAT ડિસ્પેચીંગ સહિતની તમામ કામગીરી અંગે વિશેષ કાળજી રાખવા અનુરોધ

SHARE



મતદાન મથક ખાતે ચૂંટણીલક્ષી ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓને પ્રિ-પોલ, પોલ-ડે અને
આફ્ટર-પોલ, EVM-VVPAT ડિસ્પેચીંગ સહિતની તમામ કામગીરી અંગે વિશેષ કાળજી રાખવા અનુરોધ


નાંદોદ મતવિસ્તારના ૫૧૯-પ્રિસાઇડીંગ અને ૪૦૭-આસિસ્ટન્ટ
પ્રિસાઇડીંગ સહિત કુલ ૯૨૬ ઓફિસરોનો યોજાયેલો પ્રથમ તાલીમવર્ગ
પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા થીયરીની સાથોસાથ
પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા અપાયેલું વિસ્તૃત માર્ગદર્શન







રાજપીપળા, ગુરૂવાર – નર્મદા જિલ્લામાં આગામી તા.૨૩મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમી આયોજન અન્વયે  આજે રાજપીપલામાં આયુર્વદિક કોલેજ ખાતે નાંદોદનાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગતની રાહબરી હેઠળ અંદાજે ૫૧૯ પ્રિસાઇડીંગ અને ૪૦૭ આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અધિકારીઓ માટે બે તબક્કામાં યોજાયેલા તાલીમનો પ્રાંરભ કરાયો છે. આજનાં આ તાલીમ વર્ગમાં ગેરહાજર રહેનાર પ્રિસાઇડીંગ ઓફિસરોને નોટીસ પાઠવવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પટેલે આદેશ આપ્યો છે.

        જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલે આજે સવારે આયુર્વેદિક કોલેજ ખાતે પ્રથમ સત્રમાં જુદા જુદા પાંચ ખંડમાં ચાલી રહેલાં ઉક્ત તાલીમ વર્ગોની મુલાકાત લઇ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રિસાઇડીંગ ઓફિસરોને અપાઇ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી અને કાયદો અને વ્યવસ્થાપનના નોડલ અધિકારીશ્રી એચ.કે. વ્યાસ, નાંદોદનાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધીકારીશ્રી કે.ડી ભગત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એ.આઇ. હળપતિ, મામલતદારશ્રી જ.એસ. બારોટ, શ્રી એમ.વી. ચૌધરી, શ્રી કે.સી. ચારપોટ, જનસંપર્ક અધિકારીશ્રી લક્ષ્મણભાઇ ચૌધરી, બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સીટીનાં રજીસ્ટ્રારશ્રી અને બેલેટ પેપર / પોસ્ટલ બેલેટ પેપરનાં નોડલ અધિકારીશ્રી વી.આર. વાળા, નાયબ માહિતી નિયામકશ્રી અને મિડીયાનાં નોડલ અધિકારીશ્રી યાકુબ ગાદીવાલા વગેરે આ મુલાકાતમાં સાથે જોડાયાં હતાં.
        આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે અંગે પણ આવા મતદારોને જરૂરી સુવિધા અને સહાયકની સેવા ઉપલબ્ધિ અંગે પણ જાણકારી અપાઇ હતી. તદ્ઉપરાંત તમામને EVM, VVPAT અંગે હેન્ડસ ઓન ચૂંટણીલક્ષી કામગીરી સબબ જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું. આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણીપંચે સૂચવેલ વૈકલ્પિક અન્ય ૧૨ દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો રહેશે તેની પણ સમજ અપાઇ હતી. ચૂંટણી ફરજ ઉપરના અધિકારીશ્રીઓ / કર્મચારીઓને પોસ્ટલ બેલેટ-ઇડીસી દ્વારા મતદાન અંગે પણ માહિતગાર કરાયાં હતાં.
        પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા, પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું.

SHARE

Author: verified_user

0 comments: