આણંદ જિલ્લામાં
આચારસંહિતાનો અસરકારક અમલ
જિલ્લાની ૧૬-લોકસભા મતવિસ્તાર વિભાગમાંથી
રાજકીય પક્ષોના ૯૭૧ જેટલા બેનર્સ-પોસ્ટર્સ
હોર્ડીંગ્સ દૂર કરાયા
આણંદ : ભારતમાં
લોકસભાની ચૂંટણી જાહેર થતાજ આણંદ જિલ્લામાં ૧૬ લોકસભા મતવિસ્તારમાં ચૂંટણી
આદર્શ આચારસંહિતાનો ચૂસ્ત અને કડક અમલ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચના
નિર્દેશો મુજબ જિલ્લાભરમાં રાજકીય પક્ષોના બેનરો, હોર્ડીંગ્સ, પોસ્ટર, ભીંતચિત્રો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં
આવી છે. આણંદ જિલ્લાની લોકસભા મતવસ્તારના જાહેર તેમજ ખાનગી મિલકતો પરથી ૯૭૧ જેટલા
હોર્ડીંગ-બેનર-પોસ્ટર તેમજ ભીંતો પરના લખાણો દૂર કરવામાં આવ્યા હોવાનું જિલ્લા
ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી દિલીપ રાણાએ જણાવ્યુ છે.
જિલ્લા
ચૂંટણી અધિકારી શ્રી દિલીપ રાણાએ જણાવ્યુ કે, જાહેર મિલકતો પરથી ખંભાત
વિધાનસભા મતવિભાગમાંથી ૧૫૧, બોરસદમાંથી ૧૭૬ ,આંકલાવમાંથી ૫૨, ઉમરેઠમાંથી ૧૧૪, આણંદમાંથી ૨૧૨, પેટલાદમાંથી ૧૩૦ અને સોજિત્રામાંથી ૧૩૬
સહિત કુલ ૯૭૧ જેટલા રાજકીય પક્ષોના ભીંતચિત્રો, પોસ્ટર્સ,
બેનર્સ, હોર્ડીંગ દૂર કરવામાં આવ્યા છે.
જ્યારે ખાનગી મિલકતો પરથી ૧ જેટલા બેનર્સ-પોસ્ટર્સ તેમજ અણછાજતા લખાણો દૂર કરવામાં
આવ્યા છે. જિલ્લાભરમાંથી ભીંતચિત્રો, પોસ્ટર્સ, બેનર્સ,જેટલા હોર્ડીંગ્સ તથા અન્ય સહિત કુલ ૯૭૨
જેટલી પ્રચાર સામગ્રી ઉતારી લેવામાં આવી છે.

0 comments: