Thursday, 28 March 2019

સેવાલીયા ખાતેથી ચોરીની મોટર સાયકલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ

SHARE

સેવાલીયા ખાતેથી ચોરીની મોટર સાયકલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી  એલ.સી.બી. ખેડા-નડીયાદ






નડીયાદ : પોલીસ અધિક્ષકસાહેબશ્રી ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં બનતા મીલ્કત સંબંધી ગુનાઓ અટકાવી પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી આર.કે.રાજપુત ઇ.પો.ઇન્સ.એલ.સી.બી નાઓના માર્ગદર્શન હેઠળ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે આપેલ સુચના આધારે, અ.હે.કો રતેસિંહ , પો.કો. દેવેન્દ્રસિંહ પો.કો અર્જુનસિંહ, પો.કો નરેન્દ્રસિંહ, પો.કો.ગીરીશભાઇ તથા પો.કો. યશપાલસિંહ વિગેરે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે નડીયાદ ડીવીજન વિસ્તારમાં સેવાલીયા પો.સ્ટે.હદમાં ખાનગી વાહનમાં મી.વી. પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન સાથેના પો.કો. દેવેન્દ્રસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે અંબાવ રેલ્વે ફાટકની સામે આવેલ પેટ્રોલપંપ નજીક રોડ ઉપરથી ત્રણ ઇસમો(૧) ફૈયાજ મોહમંદભાઇ જાતે વ્હોરા રહે. આણંદ ભાલેજરોડ રહિમાનગર સોસાયટી ભાગ-૩ તાજી.આણંદ (૨) તોફિક ઉર્ફે ભયલુ સિકદરભાઇ જાતે વ્હોરા રહે. આણંદ સલાટીયા રોડ જૈનબ સોસાયટી તા.જી.આણંદ (૩) સલમાનભાઇ ઉર્ફે સલીયો કરીમભાાઇ જાતે વ્હોરા રહે. સેવાલીયા હુસેની સોસાયટી ભાડાના મકાનમાં તા.ગળતેશ્વર જી.ખેડાનાઓને  એક નંબર વગરનું કાળા કલરનું પલ્સર મોટર સાયકલ સાથે મળી આવતા સદર નંબર વગરની મોટર સાયકલને લગતા જરૂરી કાગળો માંગતા તેઓ ત્રણેય ઇસમોએ ગલ્લા તલ્લા બતાવી પોતાની પાસે નહિ હોવાનું જણાવતા સદર મો.સા. કિ.રૂ.૩૫૦૦૦/- તથા સદર ત્રણેય ઇસમોની અંગજડતીના રૂ. ૪૨૦/- મોબાઇલ ફોન નં.૪ કિ.રૂ. ૫૫૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૪0,૯૨૦/- ગણી સદર મો.સા. તથા ત્રણેય ઇસમોને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી,૧૦૨ મુજબ પકડી અટક કરી સદરહું મો.સા બાબતે ઘનિષ્ટ પુછપરછ કરતા સદરહું મો.સા આણંદ જીલ્લાના પેટલાદ ખાતેથીચોરી કરેલાની કબુલાત કરતા ખરાઇ કરાવતા પેટલાદ ટાઉન પોસ્ટે. ફ. ગુ.ર.નં. ૯/૧૯ ઇપીકો.ક. ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરાયેલાનું જણાઇ આવેલ હોયજે વણશોધાયેલ વાહનચોરીનો ગુનો એલસીબી ખેડા-નડીયાદ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે.

SHARE

Author: verified_user

0 comments: