Thursday, 28 March 2019

લોસએન્જલસ માં 'ઈન્ડો-અમેરિકન સીનીયર હૅરીટેજ દ્વારા યોજાયો મેડીકલ સેમિનાર'

SHARE
લોસએન્જલસ માં 'ઈન્ડો-અમેરિકન સીનીયર હૅરીટેજ દ્વારા યોજાયો મેડીકલ સેમિનાર'












અમેરીકા : બ્રુહદ લોસએન્જલસ વિસ્તારના પ્રસિધ્ધ સનાતન મંદિરના સભાગ્રુહ ખાતે તા.૨૨ મી માર્ચના રોજ સાંજના ઈન્ડો-અમેરીકન સીનીયર હૅરીતેજ (IASH) તથા લેકવૂડ મેડીકલ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે  Over Active Bladder And Common Cancer Diagnosis & Traetments જેવા અતિ ઉપયોગી તબીબ વિષય ઉપર સુંદર સેમિનાર યોજાયો હતો.
        શરુઆત સાંજના સુરુચી  ડીનરથી થઈ. સૌ સિનિયર મિત્રોએ સુંદર ભોજન માણ્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ઈન્વેટ ચેરમેન ડો.ગુણવંત મહેતા દ્વારા સૌ પ્રથમ સૌનું સ્વાગત્ત કરવામાં આવ્યું તથા મહેમાનો નો પરિચય આપવામાં આવ્યો. ત્યાર બાદ IASH ના પ્રતિભાવાન પ્રમુખ શ્રી જગદીશ પુરોહિત દ્વારા સૌને આવકાર આપવામાં આવ્યો. પ્રસિધ્ધ સંગીત વિશારદ શ્રીમતિ નીપા શાહ તથા શ્રીમતિ રુપા ગાંધી દ્વારા પ્રાથનાથી શરુઆત કરવામાં આવ્યા બાદ વિશ્વ ફલક ઉપર વિવિધ ક્ષેત્રે સુંદર કામગીરી કરનારા ગુજરાતીઓમાં ઉચ્ચ સ્થાન પામેલા બ્રુહદ લોસ એન્જલસ વિસ્તારના બે પ્રસિધ્ધ ગુજરાતીઓનું 'Jewels of Gujarat 2019 'તરીકે 
 IASH ના પ્રમુખ દ્વારા બહુમાન કરવા આ બે પ્રસિધ્ધ પ્રતિભાઓને મંચ ઉપર આમંત્રિત કરવામાં આવી જેમાં પ્રથમ શ્રી ભીખુભાઈ યુ.પટેલ કે જેઓ B U PATEL તરીકે જાણીતા ઉદ્યોગપતિ તથા સખાવતી છે.
          શ્રી બી.યુ.પટેલ દક્ષિણ ગુજરાતમાં તરસાડિયા વિસ્તારના મૂળવતની અને સફળ ઉદ્યોગપતિ છે. તરસાડિયા ફાઉન્ડેશન તથા ગુજરાત ખાતે તરસાડિયા યુનિવર્સિટી ના સ્થાપક છે.તરસાડિયા ફાઉન્ડેશન દ્વારા તેઓ સતત માનવસેવા માટે કાર્યરત રહે છે. ઉપરાંત લોસ એન્જલસ વિસ્તારમાં સનાતન ધર્મ મંદિર તથા સભાગ્રુહના તેઓ સ્થાપક છે. જેના દ્વારા સમાજ કલ્યાણના કાર્યો થતા રહે છે.
        Jewela of Gujarat-2019 ના LA વિસ્તારના બીજા એક રત્ન શ્રીમતિ રેખાબેન બજારીયા નુ પણ સન્માન કરવામાં આવ્યુ. તેઓ સહારા ગ્રુપના ફાઉન્ડર મેમ્બર તથા શ્રીજી મંદિર,બેલફ્લાવર કેલિફોર્નિયા ના ટ્રસ્ટી તથા ઉપ પ્રમુખ તરીકે સેવારત છે. 
      ત્યાર બાદ ભારતીય મૂળન અમેરીકન ડૉ.રઘુનંદન MD દ્વારા કીડની ના રોગો તથા વિવિધ કેન્સર રોગો અંગે સ્લાઈડ શો દ્વારા વિશેષ સમજૂતિ આપવામાં આવી તેમજ આ અંગે પ્રશ્નોતરી પણ યોજાઈ હતી...
        ડૉ.રઘુનંદને તેમનું તબીબ શિક્ષણ મદ્રાસ ( ચેન્નાઈ ) તથા ન્યુયોર્ક ખાતે લઈ LA વિસ્તારમાં સેવારત છે.
      ચા-પાણીના અલ્પવિરામ બાદ જુની ફિલ્મો ના સદાબહાર ગીતોની મહેફીલ યોજાઈ હતી.. જેમાં શ્રીમતિ નીપા શાહ,રુપા ગાંધી તથા સ્વરા શાહ ની ત્રિપૂટી દ્વારા ફિલ્મી ગીતોની રમઝટ ચાલી હતી...  સૌ બોલીવૂડના સદાબહાર જુના ગીતોની તાલે ઝૂમી ઉઠયા હતા...
          આવા સફળ કાર્યક્રમ માટે IASH તથા લેકવૂડ મેડીકલ સેન્ટર અને સનાતન મંદિરના સ્થાપક શ્રી ભીખુભાઈ પટેલ ને ધન્યવાદ આપ્યા હતા.
SHARE

Author: verified_user

0 comments: