આજની યુવાપેઢી
નવા વિચારો સાથે દેશને પ્રગતિના પંથે લઇ જઈ શકે છે : પદ્મશ્રી ડો. તેજસ પટેલ
ચરોતર ઇન્સ્ટીટયુટ
ઓફ પેરામેડીકલ સાયન્સીસના ત્રીજા વાર્ષિકોત્સવની ઉજવણી
ચાંગા: પદ્મશ્રી ડૉ. તેજસ પટેલે જણાવ્યું કે આજની યુવાપેઢી નવા વિચારો સાથે દેશને પ્રગતિના પંથે લઇ જઈ શકે
છે. નવી પેઢીએ રીસર્ચ– ઇનોવેશન તેમજ ટાઈમ મેનેજમેન્ટ– સ્ટ્રેસ મેનેજમેન્ટ કરતા
શીખવું જોઈએ. હું જુનીયર – વિધાર્થીઓમાંથી સદાય શીખતો રહયો છું. આથી હું પણ ઈચ્છું કે આજની યુવાપેઢી-નવા વિચારો
સાથે આગળ આવે જેનાથી તેઓ સફળતા મેળવી શકે છે.
અમદાવાદની એપેકસ હાર્ટ ઇન્સ્ટીટયુટના
ચેરમેન – ચીફ ઇન્ટરવેન્સનલ કાર્ડિયોલોજીસ્ટ ડૉ. તેજસ પટેલે
કહ્યું કે પેરામેડીકલની ડીમાન્ડ દિવસે દિવસે વધતી જાય છે અને તેનું ઉજ્જવળ ભવિષ્ય
છે. તેમણે વિધાર્થીઓને ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છા પાઠવી હતી.
ચારૂસેટ યુનિવર્સીટી સંલગ્ન ચરોતર ઇન્સ્ટીટયુટ ઓફ પેરામેડીકલ સાયન્સીસ (CIPS) ના ત્રીજા વાર્ષિક દિનની ૨૩મી માર્ચ, શનિવારે ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્ય
મહેમાન તરીકે ડૉ. તેજસ પટેલ હાજર રહ્યા હતા.
કાર્યક્રમના પ્રમુખસ્થાનેથી ચારૂસેટના પ્રોવોસ્ટ
ડૉ. પંક્જ જોશીએ વિધાર્થીઓ ભવિષ્યમાં ખૂબ
પ્રગતિ કરે અને ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરે તેવી શુભકામના આપી હતી.
આમંત્રિત મહેમાનો તરીકે સીએચઆરએફના વાઈસ પ્રેસીડન્ટ વીરેન્દ્રભાઈ પટેલ અને
કેળવણી મંડળના વાઈસ પ્રેસીડન્ટ સી.એ.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
શરૂઆતમાં CIPSના પ્રિન્સીપાલ ડૉ. દર્શન પટેલે સ્વાગત પ્રવચનમાં મહેમાનોનો પરિચય આપ્યો હતો
અને વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. વિવિધ સેમિસ્ટરમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય
સ્થાને આવનારા વિધાર્થીઓને પ્રમાણપત્ર – સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યા હતા.
વાર્ષિકોત્સવમાં ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડૉ, દેવાંગ જોશી, ચારૂસેટ
હોસ્પિટલના ચીફ ઓપરેટીગ ઓફિસર ડૉ. ઉમાબેન પટેલ, CIPSના ફેકલ્ટીગણ, વિધાર્થીઓં, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન CIPSના આસિસ્ટન્ટ પ્રોફેસર ધારા પટેલ અને યોગેશ વાધેલાએ કર્યું હતું. જયારે આભાર
વિધિ આસિસ્ટન્ટ પ્રોફેસર જયદેવસિહ પારગરાએ કરી હતી. અંતમાં ડૉ. તેજસ પટેલે વિધાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરી હતી અને
વિધાર્થીઓના સવાલોના જવાબો આપ્યા હતા.
0 comments: