Tuesday, 26 March 2019

ખેડા જિલ્‍લાના છ વિધાનસભા મતવિભાગમાં EVM નું વિતરણ EVM/VVPAT જે તે વિધાનસભાના સ્‍ટ્રોંગરૂમમાં મૂકવામાં આવશે

SHARE
ખેડા જિલ્‍લાના છ વિધાનસભા મતવિભાગમાં EVM નું વિતરણ
EVM/VVPAT   જે તે વિધાનસભાના સ્‍ટ્રોંગરૂમમાં મૂકવામાં આવશે




નડીઆદ-ખેડા જિલ્‍લા ચૂંટણીતંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી અન્‍વયે ગઇકાલે રાજકીય પક્ષોની હાજરીમાં ઇવીએમનું રેન્‍ડમાઇઝેશન કરવામાં આવ્‍યું હતું. જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી સુધીર પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા, નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી વી.એમ.રાજપૂત તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓની ઉપસ્‍થિતિમાં નડિયાદથી ૧૭૪૯ જેટલા ઇવીએમ તેમજ વીવીપેટ જિલ્‍લાની છ વિધાનસભા મતવિભાગના સ્‍ટ્રોંગરૂમમાં મોકલવામાં આવ્યા હતા. જેથી ચૂંટણીના દિવસે તેને મતદાન મથકે પહોંચાડવામાં સરળતા રહેશે.
નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી વી.એમ.રાજપૂતે જણાવ્‍યું કે, નડિયાદ ખાતેના વેરહાઉસમાંથી આજે જિલ્‍લાની છ વિધાનસભા માટે વિધાનસભાવાર ઇવીએમ/વીવીપેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. દરેક વિધાનસભામાં ૧૮ ટકા વધુ ઇવીએમ/વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે. આ ઇવીએમ જે તે વિધાનસભા મતવિભાગના સ્‍ટ્રોંગરૂમમાં રાજકીય પક્ષોની હાજરીમાં મુકવામાં આવશે.
ખેડા જિલ્‍લામાં લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અભિયાન સાથે મતદારોને સમક્ષ ઇવીએમ તેમજ વીવીપેટનું નિદર્શન કરવામાં આવી રહયું છે. 
SHARE

Author: verified_user

0 comments: