લોકસભા
સામાન્ય ચૂંટણી-૨૦૧૯
મતદારો પસંદગીના ઉમેદવારને સચોટ ઓળખી શકે એ માટે આ વખતે EVM માં ઉમેદવારના નામની સાથે તેમનો ફોટો મૂકાશે
અદના આદમીના અને કલેકટરના મતાધિકાર વચ્ચે કોઇ ફરક નથી સહુનો મત
શક્તિશાળી છે અને એક મત પરિણામ બદલી શકે છે : જિલ્લા ચૂંટણી અધિકારી
આરોગ્ય પરિવાર માટેની મતદાર શિક્ષણ અને જાગૃત્તિ શિબિરમાં શ્રીમતી
શાલિની અગ્રવાલે પ્રથમવારના યુવા મતદારોને આવકાર્યા : નર્સિંગ સ્ટાફની દર્દી
સેવાઓને બિરદાવી :
સહુને અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો
મેડિકલ અને નર્સિંગ સ્ટુડન્ટસે ઉત્સાહપૂર્વક ઇવીએમ-વીવીપેટ
નિદર્શનમાં ભાગ લઈ
મતદાન કરવાનો પ્રાયોગિક અનુભવ મેળવ્યો
વડોદરા:મતદાર ઓળખપત્ર એ કોઇ સામાન્ય
કાર્ડ નથી, વિશ્વના સહુથી મોટા લોકતાંત્રિક દેશે દરેક
નાગરિકને આપેલી રાષ્ટ્રીય ઓળખનું પ્રતિક છે એવી લાગણી વ્યકત કરતા જિલ્લા ચૂંટણી
અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે,
બહુધા એકજ નામ અથવા
સરખા નામ ધરાવતા એકથી વધુ ઉમેદવારો ચૂંટણી લડતા હોવાથી ઘણીવાર મતદારો મુંઝવણમાં
મૂકાય છે. તેને અનુલક્ષીને ભારતના ચૂંટણી આયોગે વર્તમાન લોકસભા ચુનાવોમાં મતદારો
પસંદગીના ઉમેદવારને સચોટ રીતે ઓળખીને મત આપી શકે તે માટે મતદાન યંત્ર પર ઉમેદવારના
નામની સામે તેમનો ફોટો અને પ્રતિક મૂકવાની નવી પહેલ કરી છે. મેડિકલ કોલેજના
ઓડિટોરિયમ ખાતે આરોગ્ય પરિવાર માટે મતદાર શિક્ષણ અને જાગૃત્તિ અભિયાન (સ્વીપ) હેઠળ
યોજવામાં આવેલી મતદાન પ્રોત્સાહક શિબિરમાં તેમણે પ્રથમવાર મતદાન કરવાના છે તેવા
યુવા મતદાતાઓને આવકાર્યા હતા અને નર્સિંગ સ્ટાફની માનવતાસભર સેવાઓને બિરદાવીને, સહુને તા.૨૩મી એપ્રિલના રોજ અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો. મેડિકલ
અને નર્સિંગ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક EVM-વીવીપેટના નિદર્શનમાં ભાગ લઈને મતદાન
કરવાનો પ્રાયોગિક અનુભવ લીધો હતો.
તેમણે
જણાવ્યું હતુ કે, અદના આદમીના અને કલેકટરના મતાધિકાર વચ્ચે
ભારતની લોકશાહીએ કોઇ ભેદ રાખ્યો નથી. સહુનો મત એકસરખો શક્તિશાળી છે અને પ્રત્યેક
મતમાં પરિણામ બદલવાની તાકાત છે. જે મત આપે છે એને જ મુશ્કેલીઓ, સમસ્યાઓ અંગે ફરિયાદ કરવાનો અધિકાર છે. એટલે સહુ અચૂક અને અવશ્ય મતદાન
કરે. તેમણે જણાવ્યું કે, હવે તમામ ઉમેદવારો પસંદ ન હોય તો નોટાની
ચાંપ દબાવીને સહુને નકારવાની સુવિધા છે. એટલે કોઇપણ બહાને મતદાન ટાળવું ન જોઇએ.
કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે વધુમાં
જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ભારત સૌથી મોટુ ગણતંત્ર
રાષ્ટ્ર છે. સરકારના પ્રતિનિધિને પસંદ કરવાની સત્તા ભારતીય મતદાતાઓને છે. ભારત એવો
દેશ છે જ્યાં સૌથી પદ્ધતિસર અને શિસ્તબદ્ધ ચૂંટણી સંચાલન થતું જોવા મળે છે.
વિશ્વના અમુક રાષ્ટ્રોમાં કેટલાક લોકો તેના નેતૃત્વ માટે પ્રતિનિધિની પસંદગી કરે
છે જ્યારે ભારતના નાગરિકોને તેમના મતાધિકારથી સુદ્રઢ સમાજ-રાજય-રાષ્ટ્રના
નિર્માણની તક મળે છે.
જિલ્લા
ચૂંટણી અધિકારીશ્રી અગ્રવાલે યુવા મતદારોને મતદાનનું મૂલ્ય સમજાવી પ્રથમવાર મતદાન
કરવાનો અવસર સાંપડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રથમવાર મતદાનની તક મળનાર હોય તેવા
યુવાનોને મતદાન માટેની આતુરતા રહે છે, નાગરિકોને તેમના મતાધિકારના માધ્યમથી
પોતાના વિચારો વ્યક્ત કરવાની અને પસંદગીનું નેતૃત્વ મેળવવાની તક મળે છે. મતાધિકાર
એ નાગરિકોની ફરજ-કર્તવ્ય પણ છે ત્યારે તેનો લાભ લઈ વધુમાં વધુ મતદાન કરવા તેમણે
અનુરોધ કર્યો હતો.
જિલ્લા
ચૂંટણી અધિકારીશ્રી અગ્રવાલે યુવા મતદારોને સંબોધતા ઉમેર્યુ કે, એકે-એક મત અમૂલ્ય છે, મતદાનનું મૂલ્ય ઓછું આંક્યા વિના અચૂક
મતદાનનો અભિગમ અપનાવવો જરૂરી છે. ચૂંટણી પંચ દ્વારા NOTA, હેલ્પલાઇન 1950, ઓનલાઇન સુવિધાઓ, વોટર હેલ્પલાઇન એપ, દિવ્યાંગો માટે PWD APP સહિતની બાબતોનું માર્ગદર્શન આપ્યું હતુ. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર વોટર આસિસ્ટન્ટ બૂથની સુવિધા ઊભી
કરવામાં આવનાર છે જે આ ચૂંટણીમાં નવો અભિગમ છે. મતદાતાને તેના મતમાં વિશ્વાસ જળવાઇ
રહે તે માટે ચૂંટણીતંત્ર દ્વારા VVPAT ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જે વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીથી ગુજરાત રાજયમાં અમલી છે. ઉમેદવારને મત
આપ્યાની સ્લીપથી મતદાતાને પોતે આપેલા મતની ખાતરી શકશે. ચૂંટણીતંત્રે મતદાતાઓની
સરળતા ખાતર ઉમેદવારના નામ સાથે તેનો ફોટોગ્રાફ મૂકવાનો પણ નિર્ણય લઈ અમલ કર્યો છે.
ગ્રામ્ય
વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં મતદાન પ્રત્યે જાગૃત્તિ ઓછી જોવા મળે છે ત્યારે
શહેરી વિસ્તારની મહિલાઓમાં મતદાન પ્રત્યે જાગૃત્તિ આવે તે આવશ્યક છે. વિવિધતામાં
એકતા ધરાવતા ભારત રાષ્ટ્રમાં પ્રજાજનોને લોકતાંત્રિક નિર્ણયો લેવાની સત્તા છે.
વધુમાં વધુ મતદાન કરી વડોદરા જિલ્લાને વધુ મતદાન કરવા માટે દેશના નકશામાં જુદું
સ્થાન અપાવવા જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
દેશકા
મહાત્યૌહાર # GOVOTE કાર્યક્રમમાં નાયબ કલેકટરશ્રી જોષી, SVEEP મુખ્ય સંકલન અધિકારી શ્રી સુધીર જોષી,
શિક્ષણાધિકારીશ્રી
રાઠોડ સહિતના અધિકારીશ્રીઓ અને મેડિકલ કોલેજના
ડીન શ્રી લેઉવા અને અધિકારી-કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓને
દેશ કા મહાત્યૌહાર – ચૂંટણીમાં વધુમાં વધુ મતદાનમાં સહભાગી થવા પ્રતિજ્ઞા લીધી હતી
EVM-VVPAT
નું નિદર્શન પણ આ તકે કરવામાં આવ્યુ હતુ.
0 comments: