ફાગણી
પૂનમના વહેલી સવારે મંગળા આરતીના દર્શનાર્થે
જિલ્લાના
વહીવટીતંત્રએ કરેલ અદ્દભૂત વ્યવસ્થાના કારણે ભકતજનોએ
શાંતિથી
રાજા રણછોડરાયજીના દર્શનનો લ્હાવો લીધો
ફાગણી પૂનમે ડાકોરના કાળીયા ઠાકોરના
દર્શને લાખ્ખો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા
|
કાયદો વ્યવસ્થા અને આરોગ્ય
સુખાકારી માટે પદયાત્રી માર્ગો પર ઉભા કરવામાં આવેલ બુથોના કારણે શાંતિપૂર્ણ
રીતે યાત્રા સંપન્ન
|
|
|
|
|
|
પદયાત્રી માર્ગ સી.સી.ટીવી કેમરા
નિરીક્ષણથી પદયાત્રિકોએ શિસ્તતાપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલથી રાજા રણછોડના
નારા સાથે ડાકોરધામમાં પ્રવેશ્યા
|
|
જિલ્લા પોલીસતંત્ર દ્વારા પણ ધજા ચઠાવવામાં આવી
નડીઆદ
-ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ અને પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે બિરાજમાન રાજાધિરાજ રણછોડરાયજીના દર્શનાર્થે ફાગણી પુનમનો અનેરૂ મહત્વ છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ લાખ્ખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ, પદયાત્રિકો, યાત્રા કરીને રણછોડરાયજીના દર્શનાર્થે પધાર્યા હતા. આ ધસારાને પહોંચી વળવા તેમજ પદયાત્રી માર્ગ પર અને ડાકોર શહેરમાં યાત્રિકને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેકટરશ્રી સુધીર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવેલ સુચારૂં આયોજનને કારણે યાત્રિકોને કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડયો ન હતો અને સરળતાથી રણછોડરાયજીના દર્શન કર્યા હતા.
જિલ્લા પોલીસ વડા શ્રી દિવ્ય મિશ્રના માર્ગદર્શન હેઠળ આ મેળા દરમ્યાન
કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહી હતી અને કોઇપણ પ્રકારનો અનિચ્છનીય
બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઘનિષ્ઠ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો.
મોબાઇલવાન અને ઘોડેશ્વાર પોલીસ સતત પહેરો ભરી રહી હતી તેના કારણે પદયાત્રીકો શાંતિ
થી રણછોડરાયજીના ધામ ડાકોર ખાતે આવી પહોંચ્યા હતા. ડાકોર ખાતે મંદિર પહોંચવાનો
સમગ્ર માર્ગ સી.સી.ટીવી કેમેરાના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવેલ હતો.
સમગ્ર પદયાત્રીકોના માર્ગ ઉપર
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ બુથની સુવિધાના કારણોસર આરોગ્યની
સુખાકારી જળવાઇ રહી હતી.
યાત્રાળુઓના ઘસારાને પહોંચી વળવા અને યાતાયાતની
સુલભ વ્યવસ્થા માટે એસ.ટી. વિભાગ દ્વારા ડાકોર ખાતે મુખ્ય બસમથક પર અલાયદું આયોજન
અને પુરતી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના કારણે બસમાં પરત ફરનાર
યાત્રાળુઓને સુચારૂં વ્યવસ્થા સાંપડી હતી.
ફાગણી પૂનમના દર્શનની ખાસ વિશેષતા એ હતી કે
લાખોની સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભકતોજનોએ રાજા રણછોડના શાંતિપૂર્વક દર્શન કર્યા
હતા. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ઘડી કાઢવામાં
આવેલ સુચારૂં અને સુદ્રઢ આયોજન અને જડબેસલાક બંદોબસ્તના કારણોસર સમગ્ર ફાગણી
પૂનમનો મેળો સંપન્ન થયેલ હતો. વહેલી સવારે ૪.૦૦ કલાકે જિલ્લા વહીવટી તંત્રના વડા
શ્રી સુધીર પટેલએ રાજા રણછોડરાયજીની ધજાની પૂજા-અર્ચના કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ રાજા
રણછોડરાયજીની ધજાની પૂજા-અર્ચના કરી હતી.આ પ્રસંગે અમદાવાદ રેન્જના આઇ.જી.શ્રી એ.કે.જાડેજા,
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિવ્ય મિશ્ર, પંચમહાલના જિલ્લા વિકાસ અધિકારીશ્રી
શાહ, નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા, ઠાસરાના પ્રાંત અધિકારીસુશ્રી અર્પિત
સાગર, કપડવંજના પ્રાંત અધિકારીશ્રી ર્ડા.અનિલ ધામેલીયા તેમજ
અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
આ
ફાગણી પૂનમના ઉત્સવને સુચારું રીતે સંપન્ન કરવા બદલ જિલ્લા વહીવટી તંત્રના વડા
શ્રી સુધીર પટેલએ અમલીકરણ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
0 comments: